આ હરાજીમાંથી મંદિરને ૧.૧૫ કરોડ રૂપિયાની આવક થઈ છે
સોનાના ભાવ વધતાં હરાજીમાં મુકાયેલી અમુક વસ્તુઓનું વેચાણ શક્ય બન્યું નહોતું.
મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિબાપ્પાને ચડાવાયેલાં સોના-ચાંદીનાં ઘરેણાંની દશેરાએ હરાજી કરવામાં આવી હતી. હરાજીમાં ગણપતિની મૂર્તિઓ, લૉકેટ, સોનાના મોદક, વીંટીઓ, સોનાની ચેઇન, નેકલેસ અને અન્ય ઘરેણાં ભક્તોએ ખરીદ્યાં હતાં. આ હરાજીમાંથી મંદિરને ૧.૧૫ કરોડ રૂપિયાની આવક થઈ છે. સોનાની વસ્તુઓ સાથે ગણપતિની છાપવાળા ચાંદીના સિક્કાનું પણ વેચાણ કરવામાં આવ્યું હતું. અગાઉ ગુઢીપડવાએ સોના-ચાંદીના દાગીના અને સિક્કાની હરાજી કરવામાં આવી હતી અને એમાંથી મંદિરને ૧.૩૩ કરોડ રૂપિયાની આવક થઈ હતી. જોકે સોનાના ભાવ વધતાં હરાજીમાં મુકાયેલી અમુક વસ્તુઓનું વેચાણ શક્ય બન્યું નહોતું.


