વિશ્વના નેતાઓ G7 નેતાઓની સમિટમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. G7 લીડર્સ સમિટનું વર્કિંગ સેશન હિરોશિમામાં યોજાઈ રહ્યું હતું. મીટિંગ દરમિયાન પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડન ભેટી પડ્યા હતા. આ પહેલા પીએમ મોદીએ વિવિધ સહભાગી દેશો સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી. વિશ્વના નેતાઓ ત્રણ દિવસીય લીડર્સ સમિટ માટે હિરોશિમામાં એકઠા થયા છે. G7 યુએસ, જાપાન, જર્મની, ફ્રાન્સ, બ્રિટન, ઇટલી અને કેનેડાનું બનેલું છે.