એક યુઝરે લખ્યું હતું કે ટ્રમ્પનો બૉડીડબલ અચાનક જોવા મળ્યા બાદ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે, તેઓ તેને બૅકઅપ ટ્રમ્પ કહી રહ્યા છે.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ઑનલાઇન વાઇરલ થયેલા એક વિડિયોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પનો બૉડીડબલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વિડિયોમાં ટ્રમ્પ મૅરિલૅન્ડમાં મીડિયા સાથે વાત કરતા જોવા મળે છે. જોકે આ વાતચીત ચાલતી હોય છે ત્યારે ટ્રમ્પની પાછળ ચાલતા એક વૃદ્ધ વ્યક્તિને લઈને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ Xના યુઝર્સનો દાવો છે કે આ વ્યક્તિ ટ્રમ્પનો બૉડીડબલ છે. એક યુઝરે લખ્યું હતું કે ટ્રમ્પનો બૉડીડબલ અચાનક જોવા મળ્યા બાદ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે, તેઓ તેને બૅકઅપ ટ્રમ્પ કહી રહ્યા છે.
શું છે હકીકત?
ADVERTISEMENT
જોકે કેટલાક લોકોના કહેવા મુજબ આ વ્યક્તિ ટ્રમ્પના સસરા અને મેલૅનિયાના પિતા વિક્ટર નાવ્સ છે. તેમણે મેલૅનિયા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વર્લ્ડ કપની ફાઇનલ નિહાળી હતી. મેલૅનિયાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેમનો, તેમના પિતાનો અને ફિફાના પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનોનો ફાઇનલ જોતી વખતનો એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ ફોટોમાં નાવ્સ એ જ સૂટ અને બ્લુ ટાઈ પહેરેલા જોવા મળે છે જે વાઇરલ વિડિયોમાં બૅકઅપ ટ્રમ્પ તરીકે ઓળખાતી વ્યક્તિએ પહેર્યાં હતાં. નાવ્સ અને ટ્રમ્પની ઉંમર લગભગ સમાન છે, મેલૅનિયાના પિતા અમેરિકાના રાષ્ટ્રપતિ કરતાં માત્ર બે વર્ષ મોટા છે.
