Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > હવે ઊર્જા-સંકટને કારણે જગતભરમાં લૉકડાઉન જેવી પરિસ્થિતિ થવાની ચેતવણી

હવે ઊર્જા-સંકટને કારણે જગતભરમાં લૉકડાઉન જેવી પરિસ્થિતિ થવાની ચેતવણી

Published : 23 March, 2026 10:59 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સંકટને પહોંચી વળવા ઇન્ટરનૅશનલ એનર્જી એજન્સીએ ૧૦ મુદ્દાની યોજના જાહેર કરી

વૈશ્વિક ઊર્જા-કટોકટીને કારણે ફરી એક વાર દુનિયા સામે લૉકડાઉન જેવી પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા રહેલી છે

વૈશ્વિક ઊર્જા-કટોકટીને કારણે ફરી એક વાર દુનિયા સામે લૉકડાઉન જેવી પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા રહેલી છે


વૈશ્વિક ઊર્જા-કટોકટીને કારણે ફરી એક વાર દુનિયા સામે લૉકડાઉન જેવી પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા રહેલી છે. આ વખતે લૉકડાઉનનું કારણ રોગચાળો નથી પરંતુ વધતી જતી ઊર્જા-કટોકટી છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તનાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને ગેસનાં જહાજોને પસાર થવામાં નડી રહેલા અવરોધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ગૅસ અને તેલના ભાવમાં તીવ્ર વધારો થયો છે.

તેલના વધતા ભાવની અસર હવે સામાન્ય લોકોના જીવન પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ઈંધણની અછતને કારણે ઘણા દેશોમાં ઈંધણનું રૅશનિંગ, હવાઈ-મુસાફરીમાં કાપ અને મુસાફરી-ખર્ચમાં વધારો થયો છે. વધતા પરિવહન-ખર્ચને કારણે ખોરાક અને પીણાંથી લઈને રોજિંદી જીવનજરૂરી ચીજવસ્તુઓ સુધીની દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે.



આવી પરિસ્થિતિ વચ્ચે ઇન્ટરનૅશનલ એનર્જી એજન્સી (IEA)એ ઊર્જા-સંકટને પહોંચી વળવા માટે ૧૦ મુદ્દાની યોજના બહાર પાડી છે. એમાં મુસાફરી ઘટાડવા, ઘરેથી કામ કરવા અને વાહનનો ઉપયોગ મર્યાદિત કરવા જેવાં સૂચનો સામેલ છે. 


ઘણા નિષ્ણાતો માને છે કે ઊર્જા-સુરક્ષાના નામે આ પગલાં લેવામાં આવી શકે છે, પરંતુ એમની અસર કોવિડ-19 લૉકડાઉન જેવી જ હોઈ શકે છે. જપાન અને સાઉથ કોરિયા જેવા વિકસિત દેશોથી લઈને બંગલાદેશ, ફિલિપીન્સ અને શ્રીલંકા સુધી પેટ્રોલ અને ડીઝલ માટે લાંબી કતારો જોવા મળી રહી છે. કેટલાક દેશોએ એનર્જી વાઉચર જાહેર કર્યાં છે, જ્યારે સરકાર લોકોને મુસાફરી ઘટાડવા માટે વિનંતી કરી રહી છે. આ સંકેત આપે છે કે ભવિષ્યમાં ઊર્જા-વપરાશને નિયંત્રિત કરવા માટે વધુ કડક પગલાં લેવામાં આવી શકે છે.

અત્યારે એને સંપૂર્ણ લૉકડાઉન કહેવું યોગ્ય નહીં હોય, પરંતુ પરિસ્થિતિ જે દિશામાં જઈ રહી છે એ સ્પષ્ટપણે સૂચવે છે કે એ ભવિષ્યમાં સામાન્ય લોકોના રોજિંદા જીવનને અસર કરી શકે છે.


આટલું કરો

IEAએ ઊર્જા-સંકટને સંબોધવા માટે સરકારોને નીચે મુજબની ભલામણો કરી છે:
1. વાહનનો ઉપયોગ મર્યાદિત કરવો
2. રસ્તાઓ પર ગતિ-મર્યાદા ઘટાડવી
3. હવાઈ-મુસાફરી ઘટાડવી
4. ઘરેથી કામને પ્રોત્સાહન આપવું
5. ગૅસને બદલે ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ કરવો

Whatsapp-channel Whatsapp-channel

23 March, 2026 10:59 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK