Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકાએ ઈરાન પર અટૅકની ફુલ તૈયારી કરી લીધી

અમેરિકાએ ઈરાન પર અટૅકની ફુલ તૈયારી કરી લીધી

Published : 20 February, 2026 10:30 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૦૩ પછી સૌથી મોટી ઍરફોર્સ તહેનાત કરી, આ મિલિટરી ઑપરેશન લાંબું ચાલશે એવી સંભાવના

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકા અને ઈરાન વચ્ચે તનાવ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ઇન્ટરનૅશનલ સિક્યૉરિટીના નિષ્ણાતોના કહેવા મુજબ આ જ અઠવાડિયે અમેરિકા ઈરાન પર હુમલો કરી શકે છે. અમેરિકાએ મિલિટરી મૂવમેન્ટ પણ એ રીતે ગોઠવી છે કે એ ગમે ત્યારે ઈરાન પર ધાબો બોલી શકે છે. મિડલ-ઈસ્ટમાં અમેરિકાએ ૨૦૦૩માં ઇરાકમાં જે પાયે ઍરફોર્સ તહેનાત કરેલી લગભગ એવી જ ફોજ ઈરાન માટે સજ્જ થઈ ગઈ છે. અમેરિકાએ F-35, F-22, F-15, F-16 જેવાં ઍડવાન્સ્ડ ફાઇટર જેટ્સની સ્ક્વૉડ્રન તહેનાત કરી છે. મોટા પાયા પર ઍર-ઑપરેશન માટે જરૂરી કમાન્ડ અને કન્ટ્રોલ ઍરક્રાફ્ટ પણ મોકલાઈ રહ્યાં છે.

અમેરિકાની ન્યુઝ-એજન્સીઓના રિપોર્ટ મુજબ જો અમેરિકા સૈન્યની કાર્યવાહી કરશે તો આ અનેક અઠવાડિયાંઓ સુધી ચાલનારું મોટું ઑપરેશન હશે. ટ્રમ્પે વૉશિંગ્ટનમાં ઈરાન વિશે કહ્યું હતું કે ‘હવે સમય આવી ગયો છે કે ઈરાન એ રસ્તા પર આવી જાય જેના પર અમેરિકા કામ કરી રહ્યું છે. જો ઈરાન અમારી સાથે જોડાશે તો સારું થશે, જો નહીં જોડાય તો પણ ઠીક છે. જોકે એ પછી રસ્તો સાવ અલગ હશે.’


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2026 10:30 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK