Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > એક તરફ ઈરાન સાથે પરમાણુ વાટાઘાટો, બીજી તરફ અમેરિકાએ અનેક ફાઇટર જેટ્સ મિડલ ઈસ્ટમાં મોકલ્યાં

એક તરફ ઈરાન સાથે પરમાણુ વાટાઘાટો, બીજી તરફ અમેરિકાએ અનેક ફાઇટર જેટ્સ મિડલ ઈસ્ટમાં મોકલ્યાં

Published : 19 February, 2026 07:49 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફાઇટર જેટ્સમાં F-22, F-35, F-16 અને ઘણાં રીફ્યુઅલિંગ પ્લેનનો સમાવેશ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વૉશિંગ્ટન અને ઈરાન વચ્ચે પરમાણુ વાટાઘાટો ચાલી રહી હોવાથી અમેરિકાએ છેલ્લા ૨૪ કલાકમાં પચાસથી વધુ ફાઇટર જેટને મિડલ ઈસ્ટ તરફ ખસેડ્યાં છે. આ વિમાનોમાં F-22, F-35 અને F-16 જેટ ઉપરાંત ઘણાં રીફ્યુઅલિંગ પ્લેનનો સમાવેશ છે. 

ઓપન-સોર્સ ફ્લાઇટ ટ્રૅકિંગ ડેટા અનુસાર હાલમાં ફ્લાઇટ ટ્રૅકિંગ ડેટામાં યુરોપ અને મિડલ ઈસ્ટના બેઝ તરફ અમેરિકન ઍરફોર્સની અસામાન્ય રીતે ભારે હિલચાલ પણ જોવા મળી હતી.



તાજેતરના અઠવાડિયામાં ડઝનબંધ અમેરિકન લશ્કરી કાર્ગો વિમાનોએ અમેરિકાથી જૉર્ડન, બાહરીન અને સાઉદી અરેબિયામાં ઉપકરણો મોકલાવ્યાં છે જેમાં કુલ ૨૫૦થી વધુ અમેરિકન કાર્ગો ફ્લાઇટ્સ આ વિસ્તારમાં નોંધાઈ છે. ખસેડવામાં આવેલાં કેટલાંક વિમાનો ગયા જૂનમાં ઈરાની પરમાણુ સુવિધાઓ પર ઑપરેશન મિડનાઇટ હૅમરમાં ઉપયોગમાં લેવાતાં હતાં એ જ પ્રકારનાં છે.
એક અમેરિકન અધિકારીના જણાવ્યા અનુસાર આ પ્રદેશમાં અમેરિકન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓની સતત ડિલિવરીનો પણ સમાવેશ છે. મિડલ ઈસ્ટમાં પહેલાંથી જ તહેનાત અનેક અમેરિકન એકમોને બેઝ પર રહેવા જણાવવામાં આવ્યું છે.


વૉશિંગ્ટન અને ઈરાન વચ્ચે તહેરાનના પરમાણુ કાર્યક્રમ અંગે જિનીવામાં બીજા રાઉન્ડની વાટાઘાટો થઈ ત્યારે આ તહેનાતી કરવામાં આવી છે. ઈરાની વિદેશપ્રધાને જણાવ્યું હતું કે ‘આ બેઠકમાં ભવિષ્યની વાટાઘાટો માટે માર્ગદર્શક સિદ્ધાંતો પર કરાર થયો હતો. બન્ને પક્ષો સંભવિત સોદા માટે ડ્રાફ્ટ-ટેક્સ્ટની આપ-લે કરવાની યોજના બનાવી રહ્યા છે. આદાનપ્રદાન કે વધુ વાટાઘાટો માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. અમે માર્ગદર્શક સિદ્ધાંતો પર સમજૂતી પર પહોંચી ગયા છીએ, પરંતુ કરારનો મુસદ્દો તૈયાર કરવાનો અને લખવાનો તબક્કો વધુ મુશ્કેલ હશે.’


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2026 07:49 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK