Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકાના મિડ-ટર્મ ઇલેક્શનમાં ડોનલ્ડ ટ્રમ્પની કસોટી

અમેરિકાના મિડ-ટર્મ ઇલેક્શનમાં ડોનલ્ડ ટ્રમ્પની કસોટી

Published : 04 November, 2026 11:43 AM | IST | United States Of America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉન્ગ્રેસ પર રિપબ્લિકન પાર્ટીની પકડ ઢીલી પડવાની શક્યતા

ગઈ કાલે એક તરફ અમેરિકામાં મિડ-ટર્મ ઇલેક્શન માટે મતદાન થઈ રહ્યું હતું અને બીજી તરફ ઈરાનના પાટનગર તેહરાનમાં છડેચોક ‘વી વિલ કિલ ટ્રમ્પ’ લખેલું બિલબોર્ડ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. મહિલાઓ સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈના ફોટોવાળાં પ્લૅકાર્ડ લઈને ટ્રમ્પવિરોધી પ્રદર્શનમાં સામેલ થઈ હતી.

ગઈ કાલે એક તરફ અમેરિકામાં મિડ-ટર્મ ઇલેક્શન માટે મતદાન થઈ રહ્યું હતું અને બીજી તરફ ઈરાનના પાટનગર તેહરાનમાં છડેચોક ‘વી વિલ કિલ ટ્રમ્પ’ લખેલું બિલબોર્ડ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. મહિલાઓ સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈના ફોટોવાળાં પ્લૅકાર્ડ લઈને ટ્રમ્પવિરોધી પ્રદર્શનમાં સામેલ થઈ હતી.


અમેરિકામાં મંગળવારે મિડ-ટર્મ ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું હતું જે વહેલી સવારે તબક્કાવાર રીતે ૧૧.૩૦ વાગ્યા સુધીમાં પૂરું થશે. જેમ-જેમ ચૂંટણી પૂરી થતી જશે તેમ-તેમ મતગણતરી શરૂ થશે અને પરિણામો પણ જાહેર થતાં રહેશે. રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ વચ્ચે યોજાઈ રહેલી આ ચૂંટણીમાં હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સની ૪૩૫ અને સેનેટની ૩૫ બેઠકો સહિત ૩૬ રાજ્યોનાં ગવર્નરપદ માટે મતદાન થઈ રહ્યું છે.

આ ચૂંટણી ડોનલ્ડ ટ્રમ્પના કામકાજ અને તેમની નીતિઓ માટે જનતાના અભિપ્રાય સમાન છે. અત્યાર સુધી કૉન્ગ્રેસનાં બન્ને ગૃહોમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનું શાસન હતું, પરંતુ ચૂંટણી પહેલાં થયેલા ત્રણેય સર્વે મુજબ ડેમોક્રૅટિક પાર્ટી છથી ૯.૫ ટકાની લીડ મેળવી શકે છે. અહેવાલ મુજબ જો ડેમોક્રૅટિક પાર્ટી હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ૩ અને સેનેટમાં ૪ બેઠકો મેળવી લે તો સત્તાપલટો થઈ શકે છે.



૧૯૪૬ પછીની ૨૦ મધ્યાવધિ ચૂંટણીઓમાંથી ૧૮ વખત સત્તાધારી પક્ષે બેઠકો ગુમાવી છે. જો આ વખતે ડેમોક્રૅટ્સ કોઈ એક ગૃહમાં પણ બહુમતી મેળવશે તો આગામી બે વર્ષ સુધી 
ટ્રમ્પ-પ્રશાસન માટે નવા કાયદા પસાર કરવા અત્યંત મુશ્કેલ બની જશે.


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2026 11:43 AM IST | United States Of America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK