પ્રાણીઓ પર થયેલા અભ્યાસમાં ઉપરોક્ત તીવ્ર ઍસિડથી હાર્ટ-હેલ્થ પર જોખમ ઊભું થતું હોવાનું નોંધવામાં આવ્યું છે.
રાયનું તેલ
ઉત્તર ભારતીયોના મુખ્ય ડાયટમાં જે તેલ સ્થાન ધરાવે છે એ રાઈના તેલને અમેરિકા અને પશ્ચિમના દેશોમાં શંકાની નજરે જોવામાં આવે છે. સરસવનું તેલ તીવ્ર અને તીખી ફ્લેવર ધરાવે છે. જોકે કેટલીક બ્રૅન્ડ્સમાં ઇરુસિક ઍસિડ ખૂબ મોટી માત્રામાં હોય છે જે હાર્ટ-હેલ્થ માટે જોખમી હોવાનું મનાય છે. અમેરિકાની ફૂડ રેગ્યુલેટરી બૉડીએ એડિબલ ઑઇલમાં ઇરુસિક ઍસિડની માત્રા યુઝ કરવા પર મર્યાદા મૂકી હોવાથી અનપ્રોસેસ્ડ મસ્ટર્ડ ઑઇલ પર અમેરિકામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રાણીઓ પર થયેલા અભ્યાસમાં ઉપરોક્ત તીવ્ર ઍસિડથી હાર્ટ-હેલ્થ પર જોખમ ઊભું થતું હોવાનું નોંધવામાં આવ્યું છે. જોકે ભારતમાં જે સરસવ વપરાય છે એ પ્રોસેસ્ડ હોવાથી ઇરુસિક ઍસિડનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે.


