અચાનક થયેલા હુમલાને કારણે જશ્નનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો.
૨૪ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા
રશિયામાં યુક્રેન તરફથી નવા વર્ષની ઉજવણીની રાતે જ ભીષણ હુમલો કરવામાં આવ્યો હતો. રશિયાના ખેરસૉન ક્ષેત્રના પ્રતિનિધિએ કહ્યું હતું કે કાળા સાગર તટ પર ખોરલીના એક રિસૉર્ટ સિટીમાં એક કૅફે અને હોટેલ પર ત્રણ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો. આ ડ્રોનમાં આગ લગાવે એવું મિશ્રણ ભરેલું હોવાથી ડ્રોન પડતાં જ આગ ફાટી નીકળી હતી. એને કારણે નવા વર્ષનું સેલિબ્રેશન કરવા જમા થયેલા સેંકડો લોકો આગનો ભોગ બન્યા હતા. એમાં ૨૪ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. અચાનક થયેલા હુમલાને કારણે જશ્નનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો.


