ટેક કંપનીઓને ડોનલ્ડ ટ્રમ્પની ચેતવણી
ડોનલ્ડ ટ્રમ્પ
વૉશિંગ્ટનમાં યોજાયેલી AI ટેક સમિટમાં સંબોધન કરતાં ડોનલ્ડ ટ્રમ્પે ગૂગલ અને માઇક્રોસૉફ્ટ સહિતની ટેક જાયન્ટ કંપનીઓને અમેરિકાની બહાર રોકાણ કરવા બાબતે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે ઘણી અમેરિકન કંપનીઓએ અમેરિકાની સ્વતંત્રતાનો ઉપયોગ કરીને ખૂબ કમાણી કરી છે અને અમેરિકાની બહાર રોકાણ કર્યું છે.
આ જ ઇવેન્ટમાં ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાની ટેક કંપનીઓ માટે હવે (સસ્તા ભાવે) ચીનમાં ફૅક્ટરી નાખવાના, (ઓછા પગારે) ભારતમાં લોકોને નોકરીએ રાખવાના અને (ટૅક્સ બચાવી) નફાને આયર્લેન્ડમાં રોકવાના દિવસો પૂરા થઈ ગયા છે. અમેરિકન કંપનીઓના આવા વલણને વખોડતાં તેમણે કહ્યું હતું કે આ વલણને કારણે અમેરિકાના પોતાના નાગરિકોને અવગણનાની અનુભૂતિ થઈ છે.


