એક દેશના વધુમાં વધુ પાંચ ટકા વિદ્યાર્થીઓને જ ઍડ્મિશન આપી શકાશે
ડોનલ્ડ ટ્રમ્પ
H-1B વીઝાધારકો બાદ હવે અમેરિકાની સરકારે ઇન્ટરનૅશનલ સ્ટુડન્ટ્સ માટે પોતાની જ યુનિવર્સિટીઓ માટે નવો નિયમ જાહેર કર્યો છે. ભારત સહિતના અન્ય દેશના વિદ્યાર્થીઓની સંખ્યાને કન્ટ્રોલમાં રાખવા માટે ટ્રમ્પ સરકારે અમેરિકાની ૯ યુનિવર્સિટીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે અન્ડર-ગ્રૅજ્યુએટ સ્ટુડન્ટ્સના કુલ ઍડ્મિશનમાં વધુમાં વધુ ૧૫ ટકા જ ઇન્ટરનૅશનલ સ્ટુડન્ટ્સને ઍડ્મિશન આપવામાં આવે. એમાં પણ એક જ દેશના પાંચ ટકાથી વધુ વિદ્યાર્થીઓ ન હોવા જોઈએ.
અમેરિકાની સરકારે ૯ યુનિવર્સિટીને મેમો આપીને કહ્યું છે કે જો યુનિવર્સિટીઓને સરકારી લાભ જોઈતા હોય તો સરકારે જાહેર કરેલા મેમોના તમામ ૧૦ પૉઇન્ટનું કડકપણે પાલન કરવું પડશે. જોકે આ મેમો જે ૯ યુનિવર્સિટીને મોકલવામાં આવ્યો છે એમનું ચયન કયા આધારે કરવામાં આવ્યું છે એ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.


