° °

આજનું ઇ-પેપર
Thursday, 06 October, 2022


તાઈવાનમાં 24 કલાકમાં ત્રણ વાર આવ્યા મોટા ભૂકંપ, થયું ભારે નુકસાન

18 September, 2022 04:41 PM IST | Taipei
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તાઈવાનમાં ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

તાઈવાનમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ ભયાનક ભૂકંપ આવ્યા છે. આ ભૂકંપોને જોતા જાપાને સુનામીનું એલર્ટ જાહેર કર્યું છે. તાઈવાનના હવામાનશાસ્ત્ર બ્યુરોએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ પૂર્વમાં સ્થિત તાઈતુંગ કાઉન્ટીમાં દેખાઈ રહ્યું હતું. શનિવારે આ જ વિસ્તારમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ રવિવારે સવારે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પછી બપોરે આ જગ્યાએ 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનો જન્મ તાઈતુંગની સપાટીથી 10 કિલોમીટર દૂર થયો હતો.

તાઈવાનમાં ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે. પુલો પડી ગયા છે. ટ્રેનો પાટા પરથી ઉતરી ગઈ છે. યુલીમાં એક સ્ટોરમાં ચાર લોકો દટાયા છે. તેમને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. પુલ તૂટવાને કારણે અનેક વાહનો પુલની નીચે આવી ગયા હતા. ડોંગલી સ્ટેશન પર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. તે સ્ટેશનની છત પણ પડી ગઈ હતી. આ ભૂકંપ બાદ યુએસ પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે તાઈવાનમાં સુનામી એલર્ટ જાહેર કર્યું છે.

બીજી તરફ જાપાનના હવામાન વિભાગે પણ 3.2 ફૂટ ઊંચા મોજાંની સુનામીની ચેતવણી જારી કરી છે. કારણ કે તેના ઓકિનાવામાં ભૂકંપ આવ્યો છે. ત્રણેય ભૂકંપ સમગ્ર તાઇવાનમાં અનુભવાયા હતા. રાજધાની તાઈપેઈમાં ઈમારતો થોડા સમય માટે ઝૂલતી રહી. કેટલીક ઇમારતોને નુકસાન થયું છે. તૈનાન અને કાઓસાંગ વિસ્તારમાં ભૂકંપની વધુ અસર જોવા મળી નથી.

તાઈવાન રીંગ ઑફ ફાયર વિસ્તારમાં આવે છે. આ વિસ્તાર એવી જગ્યા પર છે જ્યાં સૌથી વધુ ભૂકંપ આવે છે. સુનામી આવે છે. જ્વાળામુખી ફાટી નીકળે છે. વાસ્તવમાં તાઇવાન બે ટેક્ટોનિક પ્લેટની ખૂબ નજીક આવેલું છે. જો આ બંને વચ્ચે કોઈપણ પ્રકારની હિલચાલ થાય તો તાઈવાન પર ભૂકંપ અને સુનામી બંનેનું જોખમ રહેલું છે. અગાઉ વર્ષ 2016માં તાઈવાનમાં ભૂકંપમાં 100 લોકોના મોત થયા હતા, જ્યારે 1999માં 7.3ની તીવ્રતાના ભૂકંપને કારણે 2000 લોકોનાં મોત થયાં હતાં.

18 September, 2022 04:41 PM IST | Taipei | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

Mexico: બંદૂકધારીઓએ કર્યો ગોળીબાર, મેયર સહિત 18ના મોત, ગેન્ગે કર્યું આ એલાન...

મેયર કૉનરાડો મેંડોઝા અલ્મેડાની પાર્ટી PRDએ તેમની `કાયરતાપૂર્ણ` હત્યાની નિંદા કરી અને ન્યાયની માગ કરી છે. ક્રિમીનલ ગ્રુપ Los Tequileros પર આ મામલે આરોપ મૂકાઈ રહ્યો છે.

06 October, 2022 07:39 IST | Mexico | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

થાઇલેન્ડમાં બાળકોના ડે-કૅર સેંટરમાં ગોળીબાર, 22 બાળકો સહિત 34નાં મોત

હુમલાખોરે પોતાને ગોળી મારતા પહેલા પોતાની પત્ની અને બાળકોને પણ મારી નાખ્યા. આ ઘટના થકી થાઇલેન્ડના લોકો ચિંતામાં છે.

06 October, 2022 03:34 IST | Thailand | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

ત્રણ સાયન્ટિસ્ટ્સને ફિઝિક્સમાં નોબેલ પ્રાઇઝ એનાયત

રૉયલ સ્વીડિશ ઍકૅડેમી ઑફ સાય​િન્સ‌સે ઍલન અસ્પેક્ટ, જૉન એફ. ક્લોસર અને ઍન્ટન ઝેઇલિંગરનાં નામની જાહેરાત કરી

05 October, 2022 09:35 IST | Stockholm | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK