આ પુલ તૂટી પડવાથી ટનબંધ કૉન્ક્રીટ નદીમાં પડ્યો હતો અને ધૂળનાં વાદળો નદી પર છવાયાં હતાં
આ હાઇવે ક્યારે ફરીથી ખોલવામાં આવશે એની કોઈ જાણકારી મળી નથી.
ચીનના સિચુઆન પ્રાંતમાં એક વિશાળ નવનિર્મિત હૉન્ગકી પુલ મંગળવારે આંશિક રીતે તૂટી પડ્યો હતો. આ પુલ તૂટી પડવાથી ટનબંધ કૉન્ક્રીટ નદીમાં પડ્યો હતો અને ધૂળનાં વાદળો નદી પર છવાયાં હતાં. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. સેન્ટ્રલ ચીનને તિબેટ સાથે જોડતા નૅશનલ હાઇવેનો ભાગ રહેલો ૭૫૮ મીટર લાંબો પુલ સોમવારે તિરાડો અને જમીનમાં ફેરફારો જોવા મળ્યા બાદ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ પુલ સપ્ટેમ્બર મહિનામાં જ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. શુઆંગજિયાંગકુ હાઇડ્રોપાવર સ્ટેશન અને ડૅમ નજીકનો આ પુલ નદીના તળિયાથી લગભગ ૬૨૫ મીટર ઉપર હતો. આ હાઇવે ક્યારે ફરીથી ખોલવામાં આવશે એની કોઈ જાણકારી મળી નથી.


