તાઇવાનમાં ડઝનેક આંચકા અનુભવાયા હતા
તસવીર : એ.પી./પી.ટી.આઇ.
તાઇવાનમાં ડઝનેક આંચકા અનુભવાયા હતા, જેમાં સૌથી વધુ તીવ્રતા ૬.૮ની અનુભવાઈ હતી. શનિવારે સાંજે પણ ૬.૪ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. બીજી તરફ એક પૅસેન્જર ટ્રેનનો અમુક ભાગ પાટા પરથી ખડી પડ્યો હતો. તાઇવાનના અનેક વિસ્તારોને હચમચાવી નાખનારા આ ભૂકંપને કારણે ત્રણ માળનું બિલ્ડિંગ તૂટી ગયું હતું.
તાઇવાનની હુલિયન કાઉન્ટીની યુલી ટાઉનશિપમાં ગઈ કાલે ભૂકંપમાં તૂટી પડેલા એક રેસિડેન્શિયલ બિલ્ડિંગના કાટમાળમાં ફસાયેલા પીડિતોને શોધવા જઈ રહેલા ફાયરફાઇટર્સ