Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકા સંપૂર્ણ એનર્જી સપ્લાય પર કન્ટ્રોલ ઇચ્છે છે જેથી દુનિયા તેમની પાસેથી મોંઘો ગૅસ ખરીદે

અમેરિકા સંપૂર્ણ એનર્જી સપ્લાય પર કન્ટ્રોલ ઇચ્છે છે જેથી દુનિયા તેમની પાસેથી મોંઘો ગૅસ ખરીદે

Published : 11 February, 2026 09:20 AM | Modified : 11 February, 2026 09:20 AM | IST | United States Of America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રશિયા પાસેથી તેલ ન ખરીદવા માટે ભારત પર દબાણ કરવાનું ખરું કારણ જણાવતાં રશિયન વિદેશપ્રધાને મૂક્યો આરોપ

રશિયન વિદેશપ્રધાન

રશિયન વિદેશપ્રધાન


રશિયા પાસેથી તેલ ન ખરીદવા માટે ભારત પર દબાણ કરવાનું ખરું કારણ જણાવતાં રશિયન વિદેશપ્રધાને મૂક્યો આરોપ
  
રશિયાના વિદેશપ્રધાન સર્ગેઈ લાવરોવે ૯ ફેબ્રુઆરીએ ડિપ્લોમૅટિક વર્કર્સ ડેના રોજ એક સમારોહમાં અમેરિકા પર આરોપ લગાવ્યો હતો કે ‘ભારત જેવા દેશો પર રશિયા પાસેથી સસ્તું તેલ ન ખરીદવા દબાણ કરીને અમેરિકા વિશ્વના ઊર્જાપુરવઠાને નિયંત્રિત કરવા અને દુનિયાના દેશોને મોંઘો અમેરિકન ગૅસ ખરીદવા દબાણ કરવા માગે છે. અમેરિકાએ ડૉલરનો ઉપયોગ હથિયાર તરીકે કરવાનું શરૂ કરી દીધું છે. રશિયાની વિદેશમાં રહેલી સંપત્તિઓ સ્થગિત કરી દેવામાં આવી છે અને રશિયા સામે સતત પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. યુક્રેનનું યુદ્ધ સમાપ્ત કરવા વિશે કરાર થયા પછી પણ અમેરિકાએ નવા પ્રતિબંધો લાદવાનું ચાલુ રાખ્યું છે. ખુલ્લા સમુદ્રમાં રશિયન જહાજોને રોકવામાં આવી રહ્યાં છે જે આંતરરાષ્ટ્રીય નિયમોની વિરુદ્ધ છે. કેટલાક દેશોને રશિયન તેલ અને ગૅસ ખરીદવા પર પણ ટૅરિફ ચૂકવવી પડી રહી છે.’

ભારત આજની જરૂરિયાતના મુદ્દા ઉઠાવે છે



ભારતના BRICS પ્રમુખપદ અંગે લાવરોવે કહ્યું હતું કે ‘ભારત જે મુદ્દાઓને અનુસરી રહ્યું છે એ આજની જરૂરિયાતોને અનુરૂપ છે. આતંકવાદ સામેની લડાઈ, ખાદ્ય અને ઊર્જા સુરક્ષા, ટેક્નૉલૉજી અને કૃત્રિમ બુદ્ધિ જેવા વિષયો મહત્ત્વપૂર્ણ છે.’ ભારત ફેબ્રુઆરીમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) પર એક મોટી બેઠકનું આયોજન કરી રહ્યું છે જેમાં રશિયા પણ ભાગ લેશે. રશિયાની દલીલ છે કે AI નિયમો દરેક દેશની સ્વતંત્રતા સુનિશ્ચિત કરે અને કોઈ પણ એક દેશ બીજા પર હુકમ ન ચલાવે. લાવરોવે જણાવ્યું હતું કે ‘પશ્ચિમી દેશો તેમના લાંબા સમયથી રહેલા પ્રભાવને છોડવા તૈયાર નથી. ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી એ વધુ ને વધુ સ્પષ્ટ થઈ ગયું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઊર્જા પર વૈશ્વિક નિયંત્રણ ઇચ્છે છે અને એના સ્પર્ધકોને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2026 09:20 AM IST | United States Of America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK