Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ફ્રાન્સમાં સતત છઠ્ઠા વીક-એન્ડમાં વિરોધ-પ્રદર્શન: હજારો લોકો રસ્તા પર ઊતર્યા, પોલીસે ટિયર ગૅસ છોડતાં પરિસ્થિતિ

ફ્રાન્સમાં સતત છઠ્ઠા વીક-એન્ડમાં વિરોધ-પ્રદર્શન: હજારો લોકો રસ્તા પર ઊતર્યા, પોલીસે ટિયર ગૅસ છોડતાં પરિસ્થિતિ

Published : 23 November, 2026 11:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફ્રાન્સમાં સતત છઠ્ઠા વીક-એન્ડમાં હજારો લોકોએ દેશની રાજધાની પૅરિસ સહિત અનેક મોટાં શહેરોમાં સારી જાહેર સેવાઓની માગણી સાથે કૂચ કરી હતી

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


ફ્રાન્સમાં સતત છઠ્ઠા વીક-એન્ડમાં હજારો લોકોએ દેશની રાજધાની પૅરિસ સહિત અનેક મોટાં શહેરોમાં સારી જાહેર સેવાઓની માગણી સાથે કૂચ કરી હતી. શનિવારનાં વિરોધ-પ્રદર્શનો વખતે હિંસા નોંધાઈ હતી. આ વિરોધ-પ્રદર્શનો સપ્ટેમ્બરમાં વિદ્યાર્થીઓ દ્વારા સારી સ્કૂલોની માગણી સાથે શરૂ થયાં હતાં. ધીમે-ધીમે આ આંદોલન મોંઘવારી, નબળી જાહેર સેવાઓ અને પોલીસ-કાર્યવાહી સામે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશમાં પરિવર્તિત થયું હતું અને ત્યારથી દર વીક-એન્ડમાં હજારો લોકો રસ્તા પર ઊતરી રહ્યા છે. શનિવારે પૅરિસમાં વિરોધ-પ્રદર્શન સમાપ્ત થયા પછી ઍન્ટિ-રાયટ પોલીસે વિરોધીઓ સામે કાર્યવાહી કરી અને વિસ્તારને સાફ કરવા માટે ટિયર ગૅસના શેલ છોડ્યા હતા. આના પગલે શરૂઆતમાં જે વિરોધ-પ્રદર્શન શાંતિપૂર્ણ હતું એમાં તોફાન થયાં હતાં.
શનિવારે દેશભરમાં લગભગ ૧,૫૦,૦૦૦ વિરોધકોએ ભાગ લીધો હતો. ગયા અઠવાડિયે આ સંખ્યા ૨,૦૦,૦૦૦ હતી. ૧૭ ઑક્ટોબરે થયેલા પહેલા પ્રદર્શનમાં ૮,૦૦,૦૦૦ લોકો જોડાયા હતા અને વ્યાપક અશાંતિ ફેલાઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2026 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK