ભૂકંપના જોરદાર ઝટકાથી આર્જેન્ટિનાથી ચિલી સુધીની ધરતી ધ્રૂજી ઊઠી હતી. આર્જેન્ટિનામાં ગઈ કાલે બીજી મેએ ૭.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ભૂકંપના જોરદાર ઝટકાથી આર્જેન્ટિનાથી ચિલી સુધીની ધરતી ધ્રૂજી ઊઠી
ભૂકંપના જોરદાર ઝટકાથી આર્જેન્ટિનાથી ચિલી સુધીની ધરતી ધ્રૂજી ઊઠી હતી. આર્જેન્ટિનામાં ગઈ કાલે બીજી મેએ ૭.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના તીવ્ર આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ ભૂકંપ દક્ષિણ આર્જેન્ટિનાના ઉશુઆઇયાથી ૨૧૯ કિલોમીટર દક્ષિણમાં ડ્રેક પૅસેજ (પાણીની અંદર) સ્થાનિક સમય અનુસાર બપોરે ૧ વાગ્યે (ભારતીય સમય અનુસાર સાંજે ૬.૩૦ વાગ્યે) આવ્યો હતો. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરી દેવામાં આવી હતી. એમાં લોકોને દરિયાકિનારાથી દૂર જવા અને ઊંચી જગ્યાએ ચાલ્યા જવાની અપીલ કરવામાં આવી હતી. અમેરિકન સુનામી ચેતવણી સિસ્ટમ તરફથી જાહેર કરાયેલા મેસેજમાં કહેવાયું છે કે ભૂકંપના કેન્દ્રથી ૩૦૦ કિલોમીટરમાં આવતા કિનારાઓ માટે ખતરનાક લહેરોની ચેતવણી જાહેર કરવામાં આવી છે જેમાં દક્ષિણ આર્જેન્ટિના અને ચિલી સામેલ છે.


