પુતિન ૨૦૨૫ના અંતમાં ભારતની મુલાકાતે પણ આવશે
ડોનલ્ડ ટ્રમ્પ, વ્લાદિમીર પુતિન
રશિયાની મુલાકાતે ગયેલા ભારતના નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર અજિત ડોભાલે ગઈ કાલે જણાવ્યું હતું કે ૨૦૨૫ના અંત સુધીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવી શકે છે. આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે અમેરિકા સામે ટૅરિફમુદ્દે વિવાદમાં રશિયાએ ભારતને સમર્થન આપ્યું હતું.
યુક્રેન-રશિયા યુદ્ધને સમાપ્ત કરવા માટે રશિયા અને અમેરિકા વચ્ચે પણ વાટાઘાટો સારી દિશામાં આગળ વધી હોવાની જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે કરી હતી. ગઈ કાલે એવી માહિતી પણ આવી હતી કે પુતિન અને ટ્રમ્પ વચ્ચે પણ આવતા અઠવાડિયામાં મુલાકાત ગોઠવાઈ શકે છે. આ મુલાકાત UAE જેવા કોઈ ત્રીજા સ્થળે ગોઠવાશે.


