રિશી સુનક આ વર્ષે ભારત આવે એવી શક્યતા છે.

હિરોશિમામાં વડા પ્રધાન મોદીને મળતા બ્રિટનના વડા પ્રધાન રિશી સુનક.
વડા પ્રધાન મોદી અને બ્રિટનના તેમના સમકક્ષ રિશી સુનક હિરોશિમામાં જી-૭ બેઠક દરમ્યાન મળ્યા હતા. બન્ને વચ્ચે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ (એફટીએ) પ્રગતિની સમીક્ષાને લઈને વાતચીત થઈ હતી. ગયા નવેમ્બરમાં ઇન્ડોનેશિયામાં જી-૨૦ સમિટ બાદ તેમની આ બીજી વ્યક્તિગત મીટિંગ છે. હાલ ભારત પાસે જી૨૦નું પ્રમુખપદ છે. રિશી સુનક આ વર્ષે ભારત આવે એવી શક્યતા છે. બ્રિટનના વડા પ્રધાનના પ્રવક્તાએ કહ્યું હતું કે બન્ને નેતાઓની વાતચીતમાં ભારત અને યુકે વચ્ચેના માનવીય સંબંધો, લોકશાહીના મહત્ત્વ અને વેપારને લઈને ચર્ચાઓ થઈ હતી. બન્ને દેશોને લાભ થાય એવી એફટીએ નીતિ ઝડપથી ઘડી કાઢવામાં બન્ને સહમત થયા હતા