નરેન્દ્ર મોદી ઇલૉન મસ્ક, તેની ગર્લફ્રેન્ડ શિવોન ઝિલીસ અને ત્રણ બાળકોને મળ્યા હતા ત્યારે તેમણે બાળકોને ગિફ્ટમાં ત્રણ બુક્સ આપી હતી
નરેન્દ્ર મોદીએ ઈલૉન મસ્કનાં બાળકોને ગિફ્ટમાં ત્રણ બુક્સ આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇલૉન મસ્ક, તેની ગર્લફ્રેન્ડ શિવોન ઝિલીસ અને ત્રણ બાળકોને મળ્યા હતા ત્યારે તેમણે બાળકોને ગિફ્ટમાં ત્રણ બુક્સ આપી હતી જેમાં નોબેલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોર લિખિત ‘ધ ક્રેસન્ટ મૂન’, ધ ગ્રેટ આર. કે. નારાયણ કલેક્શન અને પંડિત વિષ્ણુ શર્માની ‘પંચતંત્ર’નો સમાવેશ થતો હતો. બાળકો આ પુસ્તકો જોઈ રહ્યાં હોય એવી તસવીરો પણ વાઇરલ થઈ છે.


