Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઍરલાઇન બાદ પાકિસ્તાને વેચવા કાઢી બૅન્કો, હોટેલો અને વીમા-કંપનીઓ

ઍરલાઇન બાદ પાકિસ્તાને વેચવા કાઢી બૅન્કો, હોટેલો અને વીમા-કંપનીઓ

Published : 01 January, 2026 10:02 AM | IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૧,૭૭૭ અબજ રૂપિયાનું દેવું, રોજિંદા ખર્ચને પહોંચી વળવા ઉધાર લેવાની નોબત આવી ઃ સંપૂર્ણ પતન ટાળવા અને IMFના બેલઆઉટ પૅકેજ માટે ખાનગીકરણ પૂર્વશરત હોવાથી સરકારી સંપત્તિના વેચાણ સિવાય બીજો માર્ગ નથી

ઇન્ટરનૅશનલ મૉનેટરી ફન્ડ (IMF)

ઇન્ટરનૅશનલ મૉનેટરી ફન્ડ (IMF)


પાકિસ્તાનનું આર્થિક સંકટ વધુ ઘેરું બન્યું છે અને એના પરનું વિદેશી દેવું ૧૩૧ બિલ્યન ડૉલર (આશરે ૧૧,૭૭૭ અબજ રૂપિયા)થી વધુ થઈ ગયું છે, સરકાર હવે રોજિંદા ખર્ચને પહોંચી વળવા માટે ઉધાર લે છે એથી ઇન્ટરનૅશનલ મૉનેટરી ફન્ડ (IMF)ની શરતોને પૂર્ણ કરવા અને ડિફૉલ્ટના જોખમને ટાળવા માટે પાકિસ્તાને દોડધામ શરૂ કરી દીધી છે અને પ્રાઇવેટાઇઝેશનના અભિયાનને ઝડપી બનાવ્યું છે. IMFએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યની કોઈ પણ બેલઆઉટ વ્યવસ્થા માટે મોટા પાયે ખાનગીકરણ પૂર્વશરત છે. નિષ્ણાતોએ પણ ચેતવણી આપી છે કે નોંધપાત્ર રીસ્ટ્રક્ચરિંગ અને સંપત્તિના ઑફલોડિંગ વિના પાકિસ્તાન શ્રીલંકા જેવા દેવાના સંકટનો સામનો કરી શકે છે.

પાકિસ્તાન ઇન્ટરનૅશનલ ઍરલાઇન્સ (PIA)ના ખાનગીકરણ બાદ હવે બૅન્કો, વીમા-કંપની, હોટેલો, વીજળી ઉત્પાદન કરનારી અને વિતરણ કરનારી કંપનીઓને વેચવા કાઢવામાં આવી છે. પાવર વિતરણ, બૅન્કિંગ, હૉસ્પિટાલિટી, વીમા અને ઊર્જા સહિત અનેક જાહેર ક્ષેત્રની સંસ્થાઓ ૨૦૨૬ના અંત પહેલાં ખાનગી હાથમાં ટ્રાન્સફર થઈ શકે છે.



સરકારી દસ્તાવેજો અને કૅબિનેટ ચર્ચાઓ સૂચવે છે કે આ કાર્યક્રમ અર્થતંત્રને સ્થિર કરવા માટે કરો યા મરોની જરૂરિયાત છે, જ્યારે ટીકાકારો દલીલ કરે છે કે સરકાર વર્ષોના ગેરવહીવટને ઢાંકવા માટે વ્યૂહાત્મક સંપત્તિઓ વેચી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં કેટલાક લોકો જેને ‘એજન્ડા-5’ યોજના તરીકે ઓળખે છે એ હેઠળ આગામી ૧૨ મહિનામાં ખાનગીકરણ માટે પાંચ મુખ્ય કંપનીઓને શૉર્ટલિસ્ટ કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

01 January, 2026 10:02 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK