° °

આજનું ઇ-પેપર
Wednesday, 04 August, 2021


ન્યુ યૉર્કથી મુંબઈ ૯૫ મિનિટમાં પહોંચાડશે હાઇપરસોનિક પ્લેન

25 October, 2012 02:56 AM IST |

ન્યુ યૉર્કથી મુંબઈ ૯૫ મિનિટમાં પહોંચાડશે હાઇપરસોનિક પ્લેન

ન્યુ યૉર્કથી મુંબઈ ૯૫ મિનિટમાં પહોંચાડશે હાઇપરસોનિક પ્લેન



અમેરિકાની એક કંપનીએ વિશ્વનું સૌથી વધુ ઝડપે ઊડી શકતું હાઇપરસોનિક પ્લેન તૈયાર કર્યું છે. આ પ્લેન ૪૦૦૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ ધરાવે છે એટલે કે એ ન્યુ યૉર્કથી મુંબઈનું અંતર માત્ર ૯૫ મિનિટમાં કાપી શકે છે. રૉકેટના એન્જિન બનાવવામાં એક્સપર્ટ એવી એક્સસીઓઆર ઍરોસ્પેસ નામની આ કંપનીનો દાવો છે કે આ હાઇપરસોનિક પ્લેન કૉન્ર્કોડ કરતાં બમણી સ્પીડ ધરાવે છે. સુપરસોનિક કૉન્ર્કોડ પ્લેન ૨૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ ધરાવે છે. આ હાઇપરસોનિક પ્લેન વિશ્વનું સૌથી તેજ વિમાન છે.

કંપની જોકે હજી આ વિમાનની ડિઝાઇન અને એન્જિનને ડેવલપ કરી રહી છે, પણ એનો એક નમૂનો હાલમાં જ જાહેર કરવામાં આવ્યો હતો. કંપનીનું કહેવું છે કે ટેસ્ટ સફળ થયા પછી થોડાં વર્ષોમાં એનું માર્કેટિંગ શરૂ કરવામાં આવશે. હાલના તબક્કે કંપનીએ માત્ર બે સીટ ધરાવતું પ્લેન બનાવ્યું છે જે કોઈ પણ સામાન્ય ઍરર્પોટ પર ટેક-ઑફ અને લૅન્ડ કરી શકે છે તથા એક દિવસમાં વધુમાં વધુ ચાર વખત ઊડી શકે છે.

25 October, 2012 02:56 AM IST |

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

વિશ્વના સૌથી ઊંચા માટીના કિલ્લાએ હજારો લોકોને આકર્ષ્યા

કુલ ૬૪૦૦ ટન વજનના અને ૨૧ મીટર (આશરે ૭૦ ફુટ) ઊંચા આ કિલ્લાને જોવા અત્યાર સુધી દેશ-વિદેશથી હજારો લોકો આવી ચૂક્યા છે

04 August, 2021 09:49 IST | Denmark | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

વુહાનમાં કોવિડનું કમબૅક

એક વર્ષે કોરોનાનો નવો કેસ મળતાં તમામ નાગરિકોની કોવિડ-ટેસ્ટનો સરકારનો આદેશ

04 August, 2021 08:54 IST | Wuhan | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

ચીનની લૅબમાંથી જ લીક થયો હતો કોરોના વાઇરસ

અમેરિકાના રિપબ્લિકન પાર્ટીના રિપોર્ટમાં કરવામાં આવ્યો દાવો

03 August, 2021 12:40 IST | Washington | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK