વૉટ્સઍપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકની માલિકી ધરાવતી આ કંપનીએ પોતાનાં આ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ દ્વારા યુવાનોને નુકસાન પહોંચાડ્યું છે એ બદલ કરવામાં આવ્યો આકરો ફાઇન
ફાઇલ તસવીર
વૉટ્સઍપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની માલિકી ધરાવતી કંપની મેટાને ન્યુ મેક્સિકોની એક કોર્ટે ૫૬૭ મિલ્યન ડૉલર (આશરે ૫૦૦૦ કરોડ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે. કોર્ટે મેટાને એના પ્લૅટફૉર્મથી થયેલા નુકસાન બદલ યુવાનોને વળતર આપવા આ દંડ ચૂકવવા માટે આદેશ આપ્યો છે. આ રકમનો ઉપયોગ બાળકો અને યુવાનો માટે માનસિક સ્વાસ્થ્ય-સેવાઓ, જાગૃતિ-કાર્યક્રમો, સારવાર અને નિવારણના પ્રયાસો માટે કરવામાં આવશે.
આ આદેશ માર્ચમાં સોશ્યલ મીડિયા જાયન્ટે ગુમાવેલા સીમાચિહ્નરૂપ કેસના બીજા તબક્કામાં આવ્યો છે. ગુરુવારે મોડી રાત્રે ચુકાદામાં જસ્ટિસ બ્રાયન બીડશીડે જણાવ્યું હતું કે ‘દંડનાં નાણાંનો મોટો ભાગ એટલે કે આશરે ૪૨૦ મિલ્યન ડૉલર યુવાનોની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવશે. બાકીની રકમ આગામી પાંચ વર્ષમાં જાગૃતિ અને નિવારણ, સ્ક્રીનિંગ સેવાઓ અને અન્ય ખર્ચાઓ પર વાપરવામાં આવશે.’
