Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકામાં ૩૦ વર્ષનો સૌથી મોટો રોગચાળો ફાટી નીકળ્યો, ન્યુ યૉર્ક રાજ્યમાં ઇમર્જન્સી જાહેર

અમેરિકામાં ૩૦ વર્ષનો સૌથી મોટો રોગચાળો ફાટી નીકળ્યો, ન્યુ યૉર્ક રાજ્યમાં ઇમર્જન્સી જાહેર

Published : 07 October, 2026 03:23 PM | IST | New York
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાના ન્યુ યૉર્કમાં ઓરી (મીઝલ્સ)ના કેસ વધતાં સમગ્ર રાજ્યમાં ડિઝૅસ્ટર ઇમર્જન્સી જાહેર કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકાના ન્યુ યૉર્કમાં ઓરી (મીઝલ્સ)ના કેસ વધતાં સમગ્ર રાજ્યમાં ડિઝૅસ્ટર ઇમર્જન્સી જાહેર કરવામાં આવી છે. ૨૦૨૫થી કેસ વધ્યા બાદ આવી ઘોષણા કરનારું ન્યુ યૉર્ક પ્રથમ અમેરિકન રાજ્ય છે. ગ્રામીણ વિસ્તારોમાં સંક્રમણ વધતાં મીઝલ્સ-મમ્પ્સ-રુબેલા (MMR) વૅક્સિન આપવા વધુ હેલ્થ પ્રોફેશનલ્સને મંજૂરી અપાઈ હતી.

એક્ઝિક્યુટિવ ઑર્ડર મુજબ ન્યુ યૉર્કમાં ૩ ઑક્ટોબર સુધીમાં ઓરીના ૧૦૮ કેસ નોંધાયા હતા જેમાંથી ૯૨ કેસ ૧૫ જુલાઈથી ૧૮ કાઉન્ટીના ગ્રામીણ વિસ્તારોમાં મળ્યા હતા. ન્યુ યૉર્ક સિટીમાં ૭ અને અન્યત્ર ૧૦૧ કેસ છે, જ્યારે ગ્રામીણ ભાગોમાં MMRના ૧૦૦૦થી વધુ ડોઝ અપાયા હતા. પાડોશી પેન્સિલ્વેનિયામાં બીજી ઑક્ટોબર સુધી ૯૭૭ કેસ અને પાંચનાં મોત બાદ સોમવારે કેસ ૧૦૦૦ને પાર થતાં ત્રણ દાયકાનો સૌથી મોટો રોગચાળો ફેલાયો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2026 03:23 PM IST | New York | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK