Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇઝરાયલે મધ્ય ગાઝામાં હમાસનાં ૪૦ સ્થળોએ ઍરસ્ટ્રાઇક કરી

ઇઝરાયલે મધ્ય ગાઝામાં હમાસનાં ૪૦ સ્થળોએ ઍરસ્ટ્રાઇક કરી

18 April, 2024 08:12 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇઝરાયલનાં સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે આ હુમલામાં હમાસના કેટલાક આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા.

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


ઇઝરાયલી દળોએ આતંકી સંગઠન હમાસને ટાર્ગેટ કરતાં મધ્ય ગાઝામાં ઍરસ્ટ્રાઇક કરી હતી. ઇઝરાયલે ૪૦થી વધુ સ્થળોએ હુમલો કરીને હમાસનાં રૉકેટ લૉન્ચર્સ, અન્ડરગ્રાઉન્ડ લૉન્ચિંગ પોસ્ટ્સ, આતંકી અડ્ડાઓ, ઑબ્ઝર્વેશન પોસ્ટ્સ અને અન્ડરગ્રાઉન્ડ લોકેશનને નષ્ટ કરી નાખ્યા હતા. ઇઝરાયલનાં સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે આ હુમલામાં હમાસના કેટલાક આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. ઇઝરાયલી સૈનિકોને ટાર્ગેટ કરીને ડ્રોન વડે હુમલો કરી રહેલી હમાસની ટુકડી પર પણ ઍરસ્ટ્રાઇક કરવામાં આવી હતી. ગયા વર્ષે ૭ ઑક્ટોબરે ગાઝા બૉર્ડર નજીક ઇઝરાયલના નાગરિકો પર હમાસના હુમલામાં ઓછામાં ૧૨૦૦ લોકો માર્યા ગયા હતા અને ૨૪૦ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. હાલ ૧૩૪ લોકો હમાસના કબજામાં છે જેમાંથી ૩૧ જણને ઇઝરાયલે તાજેતરમાં મૃત જાહેર કર્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

18 April, 2024 08:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK