Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનમાં ગુસ્સે ભરાયેલી ભીડનો અમેરિકન કૉન્સ્યુલેટની ઑફિસ પર હુમલો, ૧૨ લોકોનાં મૃત્યુ

પાકિસ્તાનમાં ગુસ્સે ભરાયેલી ભીડનો અમેરિકન કૉન્સ્યુલેટની ઑફિસ પર હુમલો, ૧૨ લોકોનાં મૃત્યુ

Published : 02 March, 2026 12:45 PM | IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે અમેરિકન સૈનિકોએ કરેલા ફાયરિંગમાં ૧૨ જણનાં મૃત્યુ થયાં છે અને આશરે ૩૦થી વધારે લોકો ઘાયલ થયા છે.

પાકિસ્તાનમાં અમેરિકન કૉન્સ્યુલેટનીબહાર ભીડે તોડફોડ કરીને આગ લગાવી હતી જેમાં અનેક વાહનો બળીને ખાખ થયાં હતાં.

પાકિસ્તાનમાં અમેરિકન કૉન્સ્યુલેટનીબહાર ભીડે તોડફોડ કરીને આગ લગાવી હતી જેમાં અનેક વાહનો બળીને ખાખ થયાં હતાં.


ઇઝરાયલ અને અમેરિકાએ કરેલા હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈના થયેલા મૃત્યુનો પાકિસ્તાનમાં વિરોધ થયો છે અને કરાચી શહેરમાં ભારે હિંસા ફાટી નીકળી છે. તોફાનીઓએ અમેરિકાની કૉન્સ્યુલેટ પર હુમલો કર્યો હતો અને આગ લગાવી હતી. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે અમેરિકન સૈનિકોએ કરેલા ફાયરિંગમાં ૧૨ જણનાં મૃત્યુ થયાં છે અને આશરે ૩૦થી વધારે લોકો ઘાયલ થયા છે.

ઘટનાસ્થળના વિડિયોમાં અલી ખામેનેઈના મૃત્યુ અને ઈરાન પર હુમલાનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં વિરોધીઓ કરાચીના રસ્તાઓ પર ઊતરી રહ્યા છે. ટોળાએ અમેરિકન કૉન્સ્યુલેટ પર હુમલો કર્યો હતો. ટોળાએ દૂતાવાસના પ્રવેશદ્વાર પર તોડફોડ કરી હતી અને ગાર્ડહાઉસને આગ લગાવી દીધી હતી. પાકિસ્તાની સુરક્ષાદળો અને પોલીસે ભીડને વિખેરવા માટે ટિયર ગૅસ અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો હતો. સુરક્ષાદળોએ દૂતાવાસને સુરક્ષિત રાખવા માટે હવામાં ગોળીબાર પણ કર્યો હતો, પણ ભીડ બેકાબૂ બનતાં અમેરિકન સૈનિકોએ ભીડ પર ગોળીબાર કર્યો હોવાના અહેવાલ છે. સોશ્યલ મીડિયામાં વાઇરલ એક વિડિયોમાં દૂતાવાસની બહાર ધુમાડાના ગોટેગોટા દેખાય છે. અમેરિકી મિશને કરાચી સહિત સમગ્ર પાકિસ્તાનમાં એના નાગરિકો માટે સુરક્ષા-ચેતવણી જાહેર કરી છે. તમામ નિયમિત અને ઇમર્જન્સી મુલાકાતો રદ કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2026 12:45 PM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK