તેના પરિવારજનોના જણાવ્યા મુજબ કૅપ્ટન સ્મિતને અબુ ધાબીથી દુબઈની એક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે
સ્મિત મચ્છર
દુબઈથી તેલ અવીવ જતી flydubaiની ફ્લાઇટમાં કો-પાઇલટના જીવલેણ હુમલાને ખાળીને મુસાફરોનો જીવ બચાવનાર ભારતીય પાઇલટ સ્મિત મચ્છરની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. તેના પરિવારજનોના જણાવ્યા મુજબ કૅપ્ટન સ્મિતને અબુ ધાબીથી દુબઈની એક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તે બુધવારે જાતે ૧૦ ડગલાં ચાલ્યો હતો. આ બાબત તેના સ્વાસ્થ્યમાં થઈ રહેલા ઉત્સાહજનક સુધારા તરફ ઇશારો કરે છે.
સ્મિતની તબિયતમાં ઝડપી સુધારાથી ડૉક્ટરો ઉપરાંત પરિવાર પણ ખૂબ જ ખુશ છે. તેની રિકવરી જોતાં ડૉક્ટરો દ્વારા તેને ટૂંક સમયમાં ડિસ્ચાર્જ આપવામાં આવે એવી શક્યતા પણ પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) સ્થિત ભારતીય દૂતાવાસે પ્રેસ-બ્રીફિંગમાં જણાવ્યું હતું કે અમે પાઇલટ, તેના પરિવાર અને સ્થાનિક ડૉક્ટરોના સતત સંપર્કમાં છીએ. પાઇલટ સ્મિતે આ હુમલા દરમ્યાન ગંભીર ઈજાઓનો સામનો કર્યો હતો.
