રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લગભગ 1,500 પ્રાણીઓના પ્રયોગોથી મૃત્યુ થયા છે

ફાઇલ તસવીર
એલન મસ્ક (Elon Musk)ની મેડિકલ ડિવાઇસ કંપની ન્યુરાલિંક (NeuraLink) પ્રાણી-કલ્યાણના ઉલ્લંઘનને લઈને યુએસ સરકાર દ્વારા તપાસ હેઠળ આવી છે. સમાચાર એજન્સી રોયટર્સે આ અંગે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. 20થી વધુ વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓએ રોઇટર્સને કહ્યું છે કે તેનું પ્રાણી પરીક્ષણ ઉતાવળમાં કરવામાં આવી રહ્યું છે, જેના કારણે બિનજરૂરી પીડા અને મૃત્યુ થાય છે.
ભૂતકાળમાં, એલન મસ્કએ એક ઇવેન્ટમાં તેમના ઉપકરણનો પ્રોગ્રેસ રિપોર્ટ જણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે માઇન્ડ ચિપ ઈન્ટરફેસ સ્ટાર્ટઅપ દ્વારા વિકસિત વાયરલેસ ઉપકરણ 6 મહિનામાં માનવ પરીક્ષણ માટે તૈયાર થઈ જશે. આ માટે, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ને કાગળો સબમિટ કરવામાં આવ્યા છે. મસ્કે 6 વર્ષ પહેલાં બ્રેઈન કંટ્રોલ ઈન્ટરફેસ સ્ટાર્ટઅપની સ્થાપના કરી હતી.
ADVERTISEMENT
1,500 થી વધુ પ્રાણીઓ માર્યા ગયા
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 2018થી અત્યાર સુધીમાં 280થી વધુ ઘેટા, ડુક્કર અને વાંદરાઓ સહિત લગભગ 1,500 પ્રાણીઓના પ્રયોગોથી મૃત્યુ થયા છે. રોયટર્સે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે આ આંકડો આશરે અંદાજ છે કારણ કે કંપની કેટલા પ્રાણીઓનું પરીક્ષણ કરવામાં આવે છે અને કેટલા માર્યા જાય છે તેનો રેકોર્ડ રાખતી નથી.
આ પણ વાંચો: આ દેશમાં લગ્ન પહેલા શારીરિક સંબંધ પર પ્રતિબંધ, લિવ-ઈન રિલેશન પણ અપરાધ
કર્મચારીઓ પર પરીક્ષણનો દબાણ
વધુમાં, કર્મચારીઓએ એવો પણ દાવો કર્યો હતો કે મસ્ક તેમના પર પ્રાણી પરીક્ષણ ઝડપી બનાવવા દબાણ કરી રહ્યા છે. આ કારણે ઘણા પ્રયોગો નિષ્ફળ ગયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય રીતે પ્રયોગ પૂરો થયા બાદ પ્રાણીઓની હત્યા કરવામાં આવે છે. આ એટલા માટે છે કારણ કે તે તેમને સંશોધન હેતુઓ માટે પોસ્ટમોર્ટમ કરવામાં મદદ કરે છે.

