Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > હેવાનિયતની હદ, પાકિસ્તાનમાં હિન્દુ મહિલાની ચામડી પણ ઉતારી લેવાઈ

હેવાનિયતની હદ, પાકિસ્તાનમાં હિન્દુ મહિલાની ચામડી પણ ઉતારી લેવાઈ

30 December, 2022 01:19 PM IST | Islamabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૪૦ વર્ષની હિન્દુ મહિલા પર ગૅન્ગ-રેપ કરાયો અને સ્તન પણ કાપી નાખ્યાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પાકિસ્તાનમાં હિન્દુ બાળકીઓ, યુવતીઓ અને મહિલાઓ પર ક્રૂરતાના ન્યુઝ આવતા રહે છે. જોકે આ વખતે જે ઘટના બહાર આવી છે એ હૃદયને હચમચાવી નાખનારી છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૪૦ વર્ષની એક હિન્દુ મહિલા સાથે ક્રૂરતાની તમામ હદ વટાવવામાં આવી છે.

પાકિસ્તાનના સિંઝોરો નગરમાં આ હિન્દુ મહિલા પર પહેલાં તો ગૅન્ગ-રેપ કરવામાં આવ્યો હતો. એ પછી તેનું માથું કાપી નાખવામાં આવ્યું અને બાદમાં તેની ચામડી પણ ઉતારી લેવામાં આવી હતી. સેનેટર કૃષ્ણા કુમારીએ જણાવ્યું હતું કે એક હિન્દુ મહિલાની હત્યા કરવામાં આવી છે અને ખૂબ જ ખરાબ હાલતમાં તેનો મૃતદેહ મળ્યો હતો.



પાકિસ્તાનની સૌપ્રથમ હિન્દુ મહિલા સેનેટર કૃષ્ણા કુમારીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘૪૦ વર્ષની મહિલાનું માથું કાપી નાખવામાં આવ્યું અને તેનાં સ્તન પણ કાપી નાખવામાં આવ્યાં હતાં.’


પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના આ નેતાએ વધુમાં જણાવ્યું હતું કે પીડિતાના શરીર અને ચહેરા પરથી ચામડી પણ ઉતારી લેવામાં આવી હતી. આ મહિલાનાં ચાર બાળકો છે.

આ મહિલાનું નામ દયા ભીલ હતું. હત્યારાઓએ તેના માથામાંથી બધું માંસ કાઢી લીધું હતું. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા અમર લાલ ભીલે દાવો કર્યો હતો કે બુધવારે એક ખેતરમાં આ મહિલાનો મૃતદેહ ખૂબ જ ખરાબ હાલતમાં મળ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2022 01:19 PM IST | Islamabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK