આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ હત્યાના સંદર્ભમાં દેશવ્યાપી કૉમ્બિંગ-ઑપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
બંગલાદેશની રાજધાની ઢાકામાં ગુરુવારે ભંગાર વેચનારા હિન્દુ વેપારી લાલ ચંદ ઉર્ફે સોહાગની ભયાનક હત્યા કરવામાં આવી હતી. બિઝનેસ સંબંધિત વિવાદ બાદ હુમલાખોરોએ તેના પર કૉન્ક્રીટના સ્લૅબથી હુમલો કર્યો હતો અને તેની ઠંડે કલેજે હત્યા કરી દીધી હતી. એટલેથી પણ આ નરાધમો અટક્યા નહોતા અને તેના મૃતદેહ પર ડાન્સ કર્યો હતો. આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ હત્યાના સંદર્ભમાં દેશવ્યાપી કૉમ્બિંગ-ઑપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

