બંગલાદેશમાં અશાંતિના માહોલ વચ્ચે સુરક્ષાનાં કારણોસર ભારતની બંગલાદેશ-ટૂર કૅન્સલ કે પોસ્ટપોન થાય એવી શક્યતાઓ પહેલાંથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી.
પ્રતીકાત્મક તસવીર
ભારતીય અને બંગલાદેશ ક્રિકેટ બોર્ડે આવતા મહિને આયોજિત વાઇટ બૉલ સિરીઝને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. બંગલાદેશમાં અશાંતિના માહોલ વચ્ચે સુરક્ષાનાં કારણોસર ભારતની બંગલાદેશ-ટૂર કૅન્સલ કે પોસ્ટપોન થાય એવી શક્યતાઓ પહેલાંથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી.
પહેલાંના શેડ્યુલ અનુસાર ૧૭થી ૩૧ ઑગસ્ટ વચ્ચે ત્રણ-ત્રણ T20 અને વન-ડેની સિરીઝ રમાવાની હતી. હવે છેક સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી પોસ્ટપોન થયેલી આ ટૂરની મૅચોની તારીખો યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. ભારતની આગામી વાઇટ-બૉલ સિરીઝ ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં છે.

