ગૂગલની ( Google) પેરેન્ટ કંપની અલ્ફાબેટ (Alphabet)પોતાના દસ હજાર કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. મેટા (Meta), એમેઝૉન (Amazon), ટ્વિટર ( Twiiter) અને સેલ્સફૉર્સ ( Salesforce) પછી અલ્ફાબેટની છટણી કરવાનો વારો છે.

પ્રતીકાત્મક તસવીર
Google Layoff Plan: અમેરિકામાં એક પછી એક ટેક કંપનીઓ ગ્લોબલ આર્થિક સંકટને ધ્યાનમાં રાખતા કર્મચારીઓની છટણી કરી રહી છે. આ જ પગલે હવે ગૂગલની પેરેન્ટ કંપની અલ્ફાબેટ પણ છટણી કરવા જઈ રહી છે.
ગૂગલની ( Google) પેરેન્ટ કંપની અલ્ફાબેટ (Alphabet)પોતાના દસ હજાર કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. મેટા (Meta), એમેઝૉન (Amazon), ટ્વિટર ( Twiiter) અને સેલ્સફૉર્સ ( Salesforce) પછી અલ્ફાબેટની છટણી કરવાનો વારો છે. માનવામાં આવી રહ્યું છે કે કંપની પોતાના કુલ વર્કફૉર્સના 6 ટકા જેટલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે.
ADVERTISEMENT
એક રિપૉર્ટ પ્રમાણે ગૂગલ ખરાબ પર્ફૉર્મન્સ આપનારા કર્મચારીએનો ન્યૂ રેંકિંગ અને પર્ફૉર્મન્સ ઇમ્પ્રૂવમેન્ટ પ્લાન (New Ranking and Improvement Plan) હેઠળ 10,000 જેટલા કર્મચારીઓની છટણી કરી શકે છે. નવા પરફૉર્મન્સ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા આવતા વર્ષની શરૂઆતમાં હજારો એવા કર્મચારીઓને બહાર કાઢવામાં આવશે જેનું પ્રદર્શન સારું રહ્યું નથી. મેનેજર્સ આ ઇમ્પ્લૉઇઝ માટે રેટિંગ્સનો ઉપયોગ કરી શકે છે જેથી તેમને બોનસ (Bonus) અને સ્ટૉક ગ્રાન્ટ (Stock Grant) ન આપવી પડે.
આ નવી સિસ્ટમ દ્વારા આવા 6 ટકા એટલે કે 10,000 કર્મચારીઓને અલગ કેટેગરીમાં રાખવા માટે કહેવામાં આવ્યું છે જેનું પ્રદર્શન બહેતર નથી. અલ્ફાબેટમાં લગભગ 1,87,000 કર્મચારી કામ કરે છે. અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમીશન (SEC) ફાઈલિંગ પ્રમાણે અલ્ફાબેટમાં કામ કરતા કર્મચારીનું સરેરાશ વેતન 2,95,884 ડૉલર છે.
આ પણ વાંચો : Twitterમાં છટણી મારી સૌથી મોટી ભૂલ - વિશ્વના સૌથી ધનાઢ્ય Elon Muskની કબૂલાત
અમેરિકન અર્થવ્યવસ્થા (United States Economy) પર સંકટ અને મંદીની શંકા (Recession Fear)ને કારણે 2022ના ત્રીજા ત્રેમાસિકમાં અલ્ફાબેટનો નફો 27 ટકા ઘટીને 13.9 અરબ ડૉલર રહ્યો. જ્યારે રેવેન્યૂ 6 ટકા વધીને 69.1 અરબ ડૉલર રહ્યો છે. તાજેતરમાં જ અલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ (Sunder Pichai)એ કહ્યું હતું કે તે અલ્ફાબેટને 20 ટકા વધારે સક્ષમ બનાવશે. પોતાના નિવેદન દ્વારા તેમણે છટણીના સંકેત આપ્યા હતા. રિપૉર્ટ પ્રમાણે જે લોકોને કાઝવામાં આવશે તેમાંથી કેટલાક લોકોને અલ્ફાબેટે કંપનીમાં નવી ભૂમિકામાં અરજી આપવા માટે 60 દિવસનો સમય આપ્યો છે. ગૂગલે નવી હાયરિંગ પર પણ સ્ટે મૂકી દીધું છે.

