° °

આજનું ઇ-પેપર
Sunday, 05 February, 2023


Twitterમાં છટણી મારી સૌથી મોટી ભૂલ - વિશ્વના સૌથી ધનાઢ્ય Elon Muskની કબૂલાત

16 November, 2022 02:46 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કંપનીની કમાન હાથમાં લેવાની સાથે તેમણે અહીં કામ કરનારી લગભગ અડધી વર્ક ફૉર્સને બહારનો રસ્તો બતાવ્યો હતો.

એલન મસ્ક (ફાઈલ તસવીર)

એલન મસ્ક (ફાઈલ તસવીર)

આખરે વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ટ્વિટરના નવા બૉસ (New Boss of Twitter) એલન મસ્ક (Elon Musk)ને પોતાની ભૂલ સમજાઈ છે. તેમણે પોતાના એક ટ્વીટમાં આ વાતનો સ્વીકાર કર્યો કે Twitterમાં મોટા પાયે છટણીનો નિર્ણય તેમની સૌથી મોટી મિસ્ટેક હતી. નોંધનીય છે કે કંપનીની કમાન થામવાની સાથે તેમણે અહીં કામ કરનારી લગભગ અડધી વર્ક ફૉર્સને બહારનો રસ્તો બતાવ્યો હતો.

મસ્કે ટ્વીટ કરીને સ્વીકારી ભૂલ
ટ્વિટરમાં એલન મસ્કનું ઑપરેશન ક્લીન તેના પર ભારે પડી રહ્યો છે. આ વાત અમે નથી કહી રહ્યા, પણ કંપનીના નવા બૉસે પોતે એવું કહ્યું છે. એલન મસ્કે પોતાની ભૂલ સમજાતા એક ટ્વીટમાં લખ્યું, "આ સ્વીકારવું ખૂબ જ જરૂરી છે કે હું ક્યારે ખોટી છું અને કર્મચારીઓને કાઢવા હકિકતે મારી સૌથી મોટી ભૂલમાંની એક હતી."

બે કર્મચારીઓને બોલાવ્યા પાછા
પોતાની ભૂલનો સ્વીકાર કરતા તેમણે એક બીજા ટ્વીટમાં ટ્વિટરમાં પાછા બોલાવવામાં આવેલા બે કર્મચારીઓ સાથે તસવીર પણ શૅર કરી છે. મસ્કે પોતાના ટ્વીટમાં કહ્યું, `લિગ્મા એન્ડ જૉનસન`નું સ્વાગત છે. જણાવવાનું કે એલન મસ્કે છટણીની તલવાર ચલાવ્યા પછી અનેક કર્મચારીઓને  પાછા કામ પર આવવાની રિક્વેસ્ટ કરી હતી. આ જ અનુસંધાનમાં તેમણે બે ટ્વિટર કર્મચારીઓને ફરીથી કામ પર રાખ્યા છે. મસ્કે મંગળવારે કહ્યું રાહુલ લિગ્મા અને ડેનિયલ જૉનસનને કાઢી નાખવું અયોગ્ય હતું અને તેમને કંપનીમાં પાછા લાવી રહ્યા છીએ.

ટ્વિટરમાં અડધાથી વધારે કર્મચારીઓની છટણી
એલન મસ્ક દ્વારા ટ્વિટરની કમાન પોતાના હાથમાં લીધા બાદ કરવામાં આવેલી છટણી પહેલા ટ્વિટરમાં લગભગ 7,500 કર્મચારીઓ કામ કરતા હતા, પણ આમાં હવે લગભગ અડધા જેટલા બહાર કરી દેવામાં આવ્યા છે. જે કર્મચારીઓ વધ્યા છે તે કંપનીમાં દિવસ રાત કામ કરવા માટે મજબૂર છે. કંપનીમાં ઑપરેશન ક્લીનની શરૂઆત કરતા મસ્કે સૌથી પહેલા સીઈઓ પરાગ અગ્રવાલ સહિત ત્રણ વરિષ્ઠ અધિકારીઓને બહાર કર્યા, પછી બૉર્ડમાં સામેલ બધા ડિરેક્ટર્સની છુટ્ટી કરી દેવામાં આવી અને ત્યાર બાદ તાબડતોબ કર્મચારીઓની છટણી કરી. 

આ પણ વાંચો : એલન મસ્કની ટ્વિટર સ્ટાફને ચેતવણી: અઠવાડિયામાં 80 કલાક કરવું પડશે કામ, નહીં મળે આ સુવિધાઓ

44 અરૂ ડૉલરમાં થઈ ટ્વિટર ડીલ
નોંધનીય છે કે છેલ્લા ઑક્ટોબર મહિનામાં જ વિશ્વના સૌથી અમીર એલન મસ્કે હાલની શરતોને આધારે ટ્વિટર ડીલને 44 અરબ ડૉલરમાં ફાઈનલ કરી હતી. આ ટેક જગતની અત્યાર સુધીની ત્રીજી મોટી ડીલ છે. એપ્રિલ 2022માં ટ્વિટર ખરીદવાના પ્રસ્તાવથી લઈને ઑક્ટોબર 2022માં આના ફાઈનલ થવા સુધી અનેક ઉતાર ચડાવ જોવા મળ્યા. આ દરમિયાન ડેલાવેયર કૉર્ટમાં પહોંચ્યો અને અંતે ટ્વિટર મસ્કને મળ્યું.

16 November, 2022 02:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

આહોહોહો… અમેરિકામાં તાપમાન -૪૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું

વેધર સર્વિસ ફોરકાસ્ટર બોબ ઓરવેકે જણાવી હવામાનની સ્થિતિ

04 February, 2023 06:11 IST | New Hampshire | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

ડૉક્યુમેન્ટરી વિવાદમાં યુકેએ કર્યો બીબીસીની સ્વતંત્રતાનો બચાવ

બ્રિટનના વડા પ્રધાનના પ્રવક્તાએ કહ્યું કે અમે ભારતને એક મહત્ત્વનો ભાગીદાર ગણીએ છીએ તેમ જ વધુ રોકાણ દ્વારા આ સંબંધને વધુ મજબૂત બનાવીશું

03 February, 2023 11:29 IST | London | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

ઑસ્ટ્રેલિયામાં પણ ગુલામીની માનસિકતાનાં નિશાનને દૂર કરવામાં આવી રહ્યાં છે

આ દેશની સેન્ટ્રલ બૅન્કે ગઈ કાલે જણાવ્યું હતું કે એની નવી પાંચ ઑસ્ટ્રેલિયન ડૉલરની નોટ પર કિંગ ચાર્લ્સ તૃતીયની ઇમેજના બદલે સ્વદેશી ડિઝાઇન રહેશે

03 February, 2023 10:48 IST | Canberra | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK