ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોની બીજા વિશ્વયુદ્ધ પછીના દેશના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી આ પદ પર રહેનારાં વડાં પ્રધાન બન્યાં છે. આ સિદ્ધિ માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ગઈ કાલે અભિનંદન પાઠવ્યાં હતાં.
જ્યૉર્જિયા મેલોની બન્યાં ઇટલીના રેકૉર્ડબ્રેકર પ્રાઇમ મિનિસ્ટર, નરેન્દ્ર મોદીએ આપ્યાં અભિનંદન
ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોની બીજા વિશ્વયુદ્ધ પછીના દેશના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી આ પદ પર રહેનારાં વડાં પ્રધાન બન્યાં છે. આ સિદ્ધિ માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ગઈ કાલે અભિનંદન પાઠવ્યાં હતાં.
મેલોની ૨૦૨૨ની બાવીસ ઑક્ટોબરથી ઇટલીનાં વડાં પ્રધાન છે. ગુરુવારે ૧૪૧૩ દિવસનો કાર્યકાળ પૂરો કર્યા પછી તેઓ બીજા વિશ્વયુદ્ધ પછી ઇટલીનાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારાં વડાં પ્રધાન બન્યાં હતાં. તેઓ આ પદ સંભાળનાર પ્રથમ ઇટાલિયન મહિલા પણ છે.