ગાઝિયાબાદના રહેવાસી રામવીર સિંહ ગોલા અને તેની પત્ની રાજેશ ગોલા નેપાલમાં હિંસા વચ્ચે ફસાઈ ગયાં હતાં
રાજેશ ગોલા
નેપાલમાં હિંસા શરૂ થાય એ પહેલાં કાઠમાંડુના પશુપતિનાથ મંદિરમાં દર્શન કરવા ગયેલી ઉત્તર પ્રદેશની એક મહિલાનું મૃત્યુ થયું હતું. ગાઝિયાબાદના રહેવાસી રામવીર સિંહ ગોલા અને તેની પત્ની રાજેશ ગોલા નેપાલમાં હિંસા વચ્ચે ફસાઈ ગયાં હતાં. આ દંપતી જે હોટેલમાં રોકાયું હતું એના પર તોફાનીઓએ હુમલો કર્યો હતો અને આગ લગાવી દીધી હતી. દંપતી હોટેલના ચોથા માળે એક રૂમમાં રોકાયું હતું. જીવ બચાવવા માટે દંપતીએ કૂદકો માર્યો હતો. જોકે ત્યાર બાદ પતિ-પત્ની વિખૂટાં પડી ગયાં હતાં. રામવીર સિંહે આખી રાત પત્નીને શોધવા હૉસ્પિટલોનાં ચક્કર કાપ્યાં હતાં. બીજા દિવસે તેમને આર્મી હૉસ્પિટલમાંથી પત્નીનો મૃતદેહ મળ્યો હતો. સારવાર દરમ્યાન પંચાવન વર્ષની રાજેશ ગોલાએ જીવ ગુમાવ્યો હતો. ગઈ કાલે તેના મૃતદેહને ગાઝિયાબાદ લાવવામાં આવ્યો હતો.


