આ બનાવોમાં સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને અનેક લોકોના જીવ ગયા હોવાના પણ અહેવાલો હતા
પ્રતીકાત્મક તસવીર
પાછલા દિવોસમાં નેપાલમાં જેન-ઝી આંદોલનમાં મોટા પ્રમાણમાં આગચંપી, તોડફોડ અને હિંસાના બનાવો બન્યા હતા. આ બનાવોમાં સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને અનેક લોકોના જીવ ગયા હોવાના પણ અહેવાલો હતા. ભારતના નાગરિકો સહિત વિદેશના લોકોનાં પણ મૃત્યુ થયાં હતાં. ગઈ કાલે આવેલા અહેવાલો પ્રમાણે પાછલા દિવસોમાં થયેલી વ્યાપક હિંસામાં ૫૧ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો. જોકે સ્થિતિ સામાન્ય થયા પછી હવે જેમ-જેમ અહેવાલો સામે આવી રહ્યા છે એ જોતાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધવાની શક્યતા દર્શાવાઈ રહી છે.


