ફ્રાન્સમાં ચૂંટણીનાં ત્રિશંકુ પરિણામ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ફ્રાન્સમાં રવિવારે થયેલી સામાન્ય ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સરકાર બનાવવા જેટલી બહુમતી ન મળતાં વડા પ્રધાન ગૅબ્રિયલ ઍટલે રાજીનામું આપી દીધું હતું, પણ પ્રેસિડન્ટ ઇમૅન્યુએલ મૅક્રૉને રાજીનામું સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને તેમને ટેમ્પરરી ધોરણે હોદ્દા પર ચાલુ રહેવા જણાવ્યું હતું.
ચૂંટણીનાં પરિણામોએ યુરોપિયન યુનિયનના બીજા નંબરના સૌથી મોટા અર્થતંત્ર સામે જોખમ ઊભું કર્યું હતું. મતદારોએ કોઈ પણ પાર્ટીને બહુમતી નથી આપી. પૅરિસમાં ઑલિમ્પિક્સનું આયોજન થવાનું છે એથી મૅક્રૉને સ્પષ્ટ બહુમતીની સરકાર માટે ત્વરિત ચૂંટણીનો જુગાર ખેલ્યો હતો, પણ પરિણામ તેમની અપેક્ષા મુજબ આવ્યું નથી. ફ્રાન્સનાં શૅરબજાર ઘટાડા સાથે ખૂલ્યાં હતાં, પણ પછીથી એમાં ઝડપી સુધારો થયો હતો.

