Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > આકરી ગરમીને કારણે વિશ્વભરમાં ૬ મહિનામાં સાડાચાર લાખ લોકોનાં મોત થવાની દહેશત

આકરી ગરમીને કારણે વિશ્વભરમાં ૬ મહિનામાં સાડાચાર લાખ લોકોનાં મોત થવાની દહેશત

Published : 24 September, 2026 07:09 AM | IST | chicago
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાની શિકાગો યુનિવર્સિટીના રિપોર્ટમાં ભારત અને પાકિસ્તાન માટે પણ ગંભીર ચેતવણી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ચાલુ વર્ષે ભયાનક ગરમીને કારણે વિશ્વભરમાં સપ્ટેમ્બર ૨૦૨૬થી ફેબ્રુઆરી ૨૦૨૭ વચ્ચેના ૬ મહિનામાં આશરે ૪.૫૧ લાખ લોકોનાં મોત થવાની આશંકા છે. બુધવારે પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં અમેરિકાની શિકાગો યુનિવર્સિટીના ‘ક્લાઇમેટ ઇમ્પૅક્ટ લૅબ’ના સંશોધકોએ આ ચોંકાવનારો દાવો કર્યો હતો. આ સમયગાળા દરમ્યાન સામાન્ય વર્ષોની સરખામણીમાં અતિશય ગરમ દિવસોની સંખ્યામાં ૪૪ ટકાનો જંગી વધારો થવાની સંભાવના છે.

આ કાળઝાળ ગરમીનો સૌથી મોટો માર આફ્રિકા અને એશિયાના દેશોને સહન કરવો પડશે. ગરમીથી સૌથી વધુ ૩૧,૪૦૦ મોત નાઇજીરિયામાં થઈ શકે છે. ત્યાર બાદ ઇન્ડોનેશિયામાં ૧૯,૩૦૦ અને સુદાનમાં ૧૭,૬૦૦ લોકોના જીવ જવાની દહેશત છે. 



સંશોધકોએ ગંભીર ચેતવણી આપતાં જણાવ્યું છે કે જો એલ નીન્યોની અસર ૨૦૨૭ના ઉનાળા સુધી લંબાશે તો ભારત અને પાકિસ્તાન જેવા દેશો માટે સ્થિતિ અત્યંત જોખમી બની શકે છે. અર્થશાસ્ત્રી માઇકલ ગ્રીનસ્ટોને વિશ્વના તમામ દેશોને લાખો લોકોના જીવ બચાવવા માટે તાત્કાલિક ઇમર્જન્સી પગલાં લેવાની અપીલ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2026 07:09 AM IST | chicago | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK