ઈલૉન મસ્કે કહ્યું હતું કે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવામાં મને રસ નથી, મને કોઈ ઇનામ જોઈતાં નથી
ઇલોન મસ્ક
ટેસ્લા, સ્પેસઍક્સ અને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સના માલિક ઈલૉન મસ્કનું નામ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નૉમિનેટ કરવામાં આવ્યું છે, પણ મસ્કે આ ઑફર ઠુકરાવી દીધી છે. યુરોપિયન સંસદના સ્લોવેનિયન મેમ્બર બ્રાન્કો ગ્રિમ્સે ઈલૉન મસ્કના નામને પુષ્ટિ આપી હતી અને કહ્યું હતું કે આ નૉમિનેશન ફ્રી-સ્પીચ (અભિવ્યક્તિની સ્વતંત્રતા) અને માનવઅધિકારોની રક્ષામાં તેમના યોગદાનના માટે કરવામાં આવ્યું છે. જોકે ઈલૉન મસ્કે કહ્યું હતું કે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવામાં મને રસ નથી, મને કોઈ ઇનામ જોઈતાં નથી.

