Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બોરીવલીની સુપરમાર્કેટના ફ્રિજમાંથી ૧૨,૦૦૦ રૂપિયાની ચૉકલેટ લઈને નાસતા ચોરને માલિકના ભત્રીજાએ પકડી પાડ્યો

બોરીવલીની સુપરમાર્કેટના ફ્રિજમાંથી ૧૨,૦૦૦ રૂપિયાની ચૉકલેટ લઈને નાસતા ચોરને માલિકના ભત્રીજાએ પકડી પાડ્યો

Published : 14 April, 2026 07:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અવાજ આવતાં ઊંઘમાંથી જાગી ગયેલા ટીનેજરે CCTV કૅમેરાના ફુટેજમાં જોયું કે ચોર ફ્રિજમાંથી કંઈક ચોરી રહ્યો છે

હિંમત કરીને ચોરને પકડી લેનાર પ્રવીણ ચૌધરી.

હિંમત કરીને ચોરને પકડી લેનાર પ્રવીણ ચૌધરી.


બોરીવલી-વેસ્ટની ચીકુવાડીમાં આવેલી એક સુપરમાર્કેટની બહાર રાખેલા ફ્રિજમાંથી રાતે ૧૨,૦૦૦ રૂપિયાની ચૉકલેટ લઈને નાસી જતા ત્રણ ચોરમાંથી એકને પકડી લેવાયો હતો. સુપરમાર્કેટના માલિકના ૧૯ વર્ષના ભત્રીજાએ હિંમત દાખવીને ચોરને પકડી પાડ્યો હતો. જોકે બીજા બે ચોરને બોરીવલી પોલીસ શોધી રહી છે.

બોરીવલી પોલીસે પકડાઈ ગયેલા ચોરની પૂછપરછ કરતાં તેનું નામ શાહિદ ખાન હોવાનું અને તે માલવણીમાં રહેતો હોવાનું જણાયું છે. પોલીસે તેની ધરપકડ કરીને તેના બે સાગરીતોની શોધખોળ હાથ ધરી છે.   



શું બન્યું હતું?
આ ચોરી સંદર્ભે બોરીવલી પોલીસ-સ્ટેશનમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવામાં આવ્યો છે. એમાં જણાવ્યા અનુસાર જગદીશ ચૌધરીના સુપરમાર્કેટમાં તેમના કામમાં મદદ કરતો તેમનો ભત્રીજો અને આ કેસનો ફરિયાદી પ્રવીણ ચૌધરી રવિવારે રાતે દુકાનમાં જ સૂઈ ગયા હતા. ગઈ કાલે પરોઢિયે ૪ વાગ્યે ખડખડ અવાજ આવતાં તેની ઊંઘ ઊડી ગઈ હતી. દુકાનની બહાર લગાડાયેલા CCTV કૅમેરાનું લાઇવ ફુટેજ જોતાં દુકાનના શટરની બહારની બાજુએ રાખવામાં આવેલા ફ્રિજમાંથી કેટલાક લોકો કશુંક ચોરી રહ્યા હોવાનું તેને જણાયું હતું. એ પછી તે તરત શટર ખોલીને બહાર આવ્યો અને ત્રણ ચોરને પકડવાનો પ્રયાસ કર્યો હતો. તેને જોઈને ચોર ભાગવા માંડ્યા હતા છતાં તેણે એક ચોરને પકડી પાડ્યો હતો. ત્યાર બાદ પોલીસને જાણ કરી હતી. ચોરોએ ફ્રિજમાંથી ૧૨,૦૦૦ રૂપિયાની ચૉકલેટ તફડાવી લીધી હોવાનું જણાયું છે.


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2026 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK