Elon Musk and Donald Trump Conflict: ઇલૉન મસ્કે ટ્રમ્પની માફી માગી છે. તેમણે બુધવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાની ભૂલ સ્વીકારી હતી. મસ્કે આ વિશે ટ્વિટર પર પોસ્ટ કરી છે. પોતાની પોસ્ટમાં, મસ્કે ટ્રમ્પના નિવેદનો અને નીતિઓનું પણ સમર્થન કર્યું છે.
ઈલૉન મસ્ક અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર સૌજન્ય: મિડ-ડે)
ટેસ્લા ચીફ ઇલૉન મસ્કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની માફી માગી છે. તેમણે બુધવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાની ભૂલ સ્વીકારી હતી. મસ્કે આ વિશે ટ્વિટર પર પોસ્ટ કરી છે. પોતાની તાજેતરની પોસ્ટમાં, મસ્કે ટ્રમ્પના નિવેદનો અને નીતિઓનું પણ સમર્થન કર્યું છે. તેમણે લૉસ એન્જલસમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર દરોડા પર પણ ખુશી વ્યક્ત કરી હતી. આ પહેલા એક ઇન્ટરવ્યુમાં, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને મસ્ક વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, ત્યારે તેમણે ખૂબ જ શાંત સ્વરમાં જવાબ આપ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, અમારા સારા સંબંધો હતા અને હું તેમને શુભેચ્છા પાઠવું છું.
ટ્રમ્પનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું. આ સંબંધિત એક વીડિયો પર ઇલૉન મસ્કે `રેડ હાર્ટ` ઇમોજી કમેન્ટ કરી હતી. આ પછી, એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના સંબંધોમાં સુધારો થવા લાગ્યો છે.
ADVERTISEMENT
મસ્કે ટ્રમ્પ સંબંધિત તેમની પોસ્ટ્સ ડિલીટ કરી દીધી
મસ્કે ટ્રમ્પ વિરુદ્ધ તેમની કેટલીક જૂની પોસ્ટ્સ પહેલાથી જ ડિલીટ કરી દીધી છે. તે પોસ્ટ્સમાં, ટ્રમ્પના જાતીય ગુનેગાર એપ્સ્ટેઇન સાથેના સંબંધોને જોડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ટ્રમ્પ પર મહાભિયોગની માગ પણ કરવામાં આવી હતી. અગાઉ, ડોનલ્ડ ટ્રમ્પે 7 જૂને કહ્યું હતું કે ઇલૉન મસ્ક સાથેના તેમના સંબંધો સમાપ્ત થઈ ગયા છે. NBC ન્યૂઝ સાથે વાત કરતી વખતે, ટ્રમ્પે મસ્કને ચેતવણી આપી હતી કે જો તે વિપક્ષી ડેમોક્રેટ્સને સ્પોર્ટ આપશે, તો તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે.
`બિગ બ્યુટીફુલ બિલ` પર મસ્ક અને ટ્રમ્પ વચ્ચે ટક્કર
`બિગ બ્યુટીફુલ બિલ` પર ટ્રમ્પ અને મસ્ક આમને-સામને આવ્યા હતા. ટ્રમ્પ આ બિલના સમર્થનમાં છે, જ્યારે મસ્ક તેની વિરુદ્ધ છે. આ બિલ 22 મેના રોજ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં માત્ર 1 મતના માર્જિનથી પસાર થયું હતું. તેને સમર્થનમાં 215 અને વિરુદ્ધ 214 મત મળ્યા. હવે તે સેનેટમાં પેન્ડિંગ છે, જ્યાં તેને 4 જુલાઈ, 2025 સુધીમાં પાસ કરવાનું છે. હવે ટ્રમ્પના આ બિલના માર્ગમાં મસ્ક એક મોટો અવરોધ બની શકે છે.
ટ્રમ્પનો દાવો છે કે આ એક `દેશભક્તિપૂર્ણ` કાયદો છે. તેના પસાર થવાથી અમેરિકામાં રોકાણ વધશે અને ચીન પર નિર્ભરતા ઓછી થશે. જ્યારે મસ્ક તેને નકામા ખર્ચાઓથી ભરેલું `પોર્ક ફિલ્ડ` એટલે કે ડુક્કરનું માંસ ભરેલું બિલ માને છે. અહેવાલો અનુસાર, મસ્કે આ બિલ પસાર થતું અટકાવવા માટે 3 રિપબ્લિકન સાંસદોને પોતાના પક્ષમાં લઈ લીધા છે.
ટ્રમ્પે મસ્કને પાગલ કહ્યું, મસ્કે કહ્યું ટ્રમ્પ કૃતઘ્ન છે
ટ્રમ્પ અને મસ્ક વચ્ચે `બિગ બ્યુટીફુલ બિલ` પર ચર્ચા 5 જૂને શરૂ થઈ હતી જ્યારે ટ્રમ્પે મીડિયા સાથે વાત કરતી વખતે મસ્ક પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે જ્યારે અમે ઇલેક્ટ્રિક વાહનોની ફરજિયાત ખરીદીના કાયદામાં કાપ મૂકવાની વાત કરી ત્યારે મસ્કને સમસ્યાઓ થવા લાગી. હું ઇલૉન થી ખૂબ નિરાશ છું. મેં તેને ઘણી મદદ કરી છે.
આ પછી, મસ્કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર અનેક ટ્વીટ કર્યા જેમાં ટ્રમ્પને કૃતઘ્ન ગણાવ્યા. મસ્કે કહ્યું કે જો તેણે ટ્રમ્પનું સમર્થન ન કર્યું હોત, તો ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હોત. તેમણે ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવાની પણ વાત કરી. ત્યારબાદ, ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `ટ્રુથ સોશિયલ` પર મસ્ક પર નિશાન સાધ્યું. તેમણે લખ્યું કે `જ્યારે મેં તેમનો EV આદેશ પાછો ખેંચી લીધો ત્યારે મસ્ક ગુસ્સે થઈ ગયો.` ટ્રમ્પે મસ્કની કંપનીને આપવામાં આવતી સબસિડી સમાપ્ત કરવાની ધમકી આપી હતી.

