નવી ફાઇલોમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે એક સગીરને ટ્રમ્પ પર જાતીય કૃત્ય કરવા માટે કથિત રીતે દબાણ કરવામાં આવ્યું હતું
ડોનલ્ડ ટ્રમ્પ
જેફરી એપ્સટીન સંબંધિત તાજેતરમાં પ્રકાશિત થયેલા સત્તાવાર દસ્તાવેજોમાં ફરી એક વાર અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ટ્રમ્પના વિચિત્ર જીવન અને એપ્સટીનના પ્રભાવને સ્પષ્ટપણે દર્શાવે છે. આ વખતે ફક્ત ડોનલ્ડ ટ્રમ્પનું જ નહીં; તેમની પત્ની મેલૅનિયા, પુત્રી ઇવાન્કા ટ્રમ્પ અને પુત્ર ડોનલ્ડ ટ્રમ્પ જુનિયરનું પણ નામ છે.
ડોનલ્ડ ટ્રમ્પે તેમના નિવાસસ્થાન માર-અ-લાગો ખાતે ‘કૅલેન્ડર ગર્લ્સ’ પાર્ટીઓનું આયોજન કર્યું હતું, જ્યાં દોષી જાતીય ગુનેગાર જેફરી એપ્સટીન બાળકોને લાવતો હતો અને ટ્રમ્પ પછી તેમની હરાજી કરતા હતા. નવી ફાઇલોમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે એક સગીરને ટ્રમ્પ પર જાતીય કૃત્ય કરવા માટે કથિત રીતે દબાણ કરવામાં આવ્યું હતું. આ પાર્ટીઓમાં ઈલૉન મસ્ક, ડોનલ્ડ ટ્રમ્પ જુનિયર અને ઇવાન્કા ટ્રમ્પ જેવી જાણીતી વ્યક્તિઓની હાજરી રહેતી હતી.
મૌખિક સેક્સનો આરોપ
ADVERTISEMENT
જાહેર કરાયેલી માહિતીમાં એક અજાણી મહિલાના આરોપોનો પણ ઉલ્લેખ છે. મહિલાનો દાવો છે કે આશરે ૨૫ વર્ષ પહેલાં ન્યુ જર્સીમાં ડોનલ્ડ ટ્રમ્પે તેને તેના પર મૌખિક સેક્સ કરવા માટે દબાણ કર્યું હતું અને પછી તેના ગુપ્ત ભાગો પર બાઇટ કર્યું હતું. આ વર્તન બાદ તેણે થપ્પડ મારી હતી અને બાદમાં એપ્સટીન દ્વારા જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. આ આરોપને આ રેકૉર્ડનો સૌથી સંવેદનશીલ ભાગ માનવામાં આવે છે.
સગીર હોવાનો દાવો
રેકૉર્ડમાં સમાવિષ્ટ માહિતી અનુસાર ફરિયાદીએ જણાવ્યું હતું કે ઘટના સમયે તે આશરે ૧૩-૧૪ વર્ષની હતી. દસ્તાવેજોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેણે એ સમયે પ્રતિકાર કર્યો હતો અને બાદમાં શારીરિક હુમલો કરવામાં આવ્યો હતો. મહિલાએ એમ પણ કહ્યું હતું કે તે જેફરી એપ્સટીન દ્વારા દુર્વ્યવહારનો ભોગ બની હતી.


