ડોનલ્ડ ટ્રમ્પે ઘર કા ભેદીને પકડવા ટોચના ૫૦ અધિકારીઓની લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરાવી
ડોનલ્ડ ટ્રમ્પ
ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાને લાંબા અંતરની મિસાઇલો અને પેટ્રિઅટ ઇન્ટરસેપ્ટર સહિતનાં મહત્ત્વપૂર્ણ શસ્ત્રોની અછત થઈ એવા અહેવાલો બહાર આવ્યા બાદ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ઑગસ્ટ મહિનામાં ટોચના અમેરિકન જનરલોની લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરાવી હતી, એવી જાણકારી બહાર આવી છે. આશરે ૫૦ અધિકારીઓ પર પોલિગ્રાફ ટેસ્ટ હાથ ધરવામાં આવી હતી.
લશ્કરી અધિકારીઓ અને નાગરિક કર્મચારીઓને પૂછવામાં આવ્યું હતું કે શું તેમણે મીડિયાને આ જાણકારી આપી હતી? તપાસકર્તાઓએ એ પણ પૂછ્યું હતું કે શું તેમણે અમેરિકાના દારૂગોળાના ઘટેલા સ્ટૉક અંગે વિગતો જાહેર કરી હતી.
બલૂચિસ્તાન લિબરેશન આર્મીનો દાવો: બે હુમલામાં ૨૫ પાકિસ્તાની સૈનિકોનો ખાતમો
બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સુરક્ષા દળો પરના બે મોટા અટૅકની જવાબદારી સ્વીકારીને દાવો કર્યો છે કે અલગ-અલગ હુમલાઓમાં પાકિસ્તાનના ૨૫ જવાનોએ જીવ ગુમાવ્યો છે. એક હુમલામાં ૧૮ સૈનિકો અને બીજામાં ૭ સૈનિકોનાં મૃત્યુ થયાનો દાવો કરવામાં આવ્યો છે.
