Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇંગ્લૅન્ડ-સ્કૉટલૅન્ડમાં દર ૨૪માંથી એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત

ઇંગ્લૅન્ડ-સ્કૉટલૅન્ડમાં દર ૨૪માંથી એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત

Published : 23 December, 2023 09:25 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમદાવાદમાં કોરોનાના વધુ ૬ કેસ નોંધાયા

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


કોરોનાના JN.1 સબ-વેરિઅન્ટને લઈને ચિંતા વધી છે. ભારતમાં અત્યાર સુધીમાં આ સબ-વેરિઅન્ટના ૨૬ કેસ નોંધાયા છે, જેમાંથી ગોવામાં ૧૯ કેસ, રાજસ્થાનમાં ચાર, જ્યારે કેરલા, દિલ્હી અને મહારાષ્ટ્રમાં એક-એક કેસ ડિટેક્ટ થયા છે. બીજી તરફ ઇંગ્લૅન્ડ અને સ્કૉટલૅન્ડમાં આ સબ-વેરિઅન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઇંગ્લૅન્ડ અને સ્કૉટલૅન્ડમાં દર ૨૪માંથી લગભગ એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત છે. સૌથી વધુ અસર લંડનને થઈ છે. યુકે હેલ્થ સિક્યૉરિટી એજન્સી અને ઑફિસ ફોર નૅશનલ સ્ટૅટિસ્ટિક્સના એક જૉઇન્ટ રિપોર્ટ અનુસાર ૧૮થી ૪૪ વર્ષની વ્યક્તિઓ વધુ સંક્રમિત થઈ રહી છે. 

કેરલાનાં આરોગ્યપ્રધાન વીણા જ્યૉર્જે કહ્યું કે...



ચિંતા કરવાની જરૂર નથી. આ વેરિઅન્ટ ખૂબ જ ચેપી છે, પરંતુ એનાથી આરોગ્ય પર ગંભીર અસરો થતી નથી. કોરોનાના વધુ પૉઝિટિવ કેસ આવી રહ્યા છે, પરંતુ આઇસીયુમાં દાખલ થનારા કે વેન્ટિલેશનની જરૂર પડે એવા પેશન્ટ્સની સંખ્યામાં વધારો થયો નથી. જે લોકોનાં મોત થયાં છે તેમને પહેલાંથી કોઈ ગંભીર બીમારી હતી. એક જણને કૅન્સર હતું, જ્યારે બીજાને કિ઼ડની અને હાર્ટની ગંભીર બીમારી હતી.


અમદાવાદમાં કોરોનાના વધુ ૬ કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના કેસ ધીમી ગતિએ વધી રહ્યા છે. ગઈ કાલે અમદાવાદમાં કોરોનાના વધુ બીજા છ કેસ નોંધાયા હતા. કોરોનાના કેસ અમદાવાદમાં ધીરે-ધીરે વધી રહ્યા છે. જોકે આ કેસમાં એકદમ ઉછાળો આવ્યો નથી, પરંતુ છેલ્લા બે દિવસથી છ-છ કેસ કોરોનાના નોંધાયા છે. અમદાવાદમાં બે મહિલા અને ૪ પુરુષની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી અને તેમને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. અમદાવાદમાં કુલ ઍક્ટિવ કેસ ૧૮ પર પહોંચ્યા છે. બીજી તરફ ગુજરાતમાં કોરોનાના ૩૨ ઍક્ટિવ કેસ થયા છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ડાંગ જિલ્લામાં કલેક્ટર મહેશ પટેલે બેઠક યોજી હતી.


Whatsapp-channel Whatsapp-channel

23 December, 2023 09:25 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK