Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > તો આ ભારતીય બની શકે છે UKનો PM, બોરિસ જૉનસન પર રાજીનામાનું દબાણ

તો આ ભારતીય બની શકે છે UKનો PM, બોરિસ જૉનસન પર રાજીનામાનું દબાણ

14 January, 2022 07:29 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વિપક્ષ જૉનસનથી વડાપ્રધાન પદ છોડવાની માગ કરી રહ્યા છે. આ દરમિયાન બ્રિટનનની એક પ્રમુખ સટ્ટો કંપની `બેટફેયર`એ દાવો કર્યો છે કે સંકટથી ઘેરાયેલા બોરિસ જૉનસન ટૂંક સમયમાં જ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દેશે.

બૉરિસ જૉનસન (ફાઇલ તસવીર)

બૉરિસ જૉનસન (ફાઇલ તસવીર)


બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જૉનસનની મુશ્કેલી વધતી જઈ રહી છે. વર્ષ 2020માં કોરોના મહામારી દરમિયાન લાગૂ પાડવામાં આવેલા લૉકડાઉનમાં ડાઉનિંગ સ્ટ્રીટના ગાર્ડનમાં પાર્ટી કરવાને લઈને તેના પર રાજીનામાનું દબાણ વધતું જઈ રહ્યું છે. વિપક્ષ જૉનસનથી વડાપ્રધાન પદ છોડવાની માગ કરી રહ્યા છે. આ દરમિયાન બ્રિટનનની એક પ્રમુખ સટ્ટો કંપની `બેટફેયર`એ દાવો કર્યો છે કે સંકટથી ઘેરાયેલા બોરિસ જૉનસન ટૂંક સમયમાં જ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દેશે. ત્યાર પછી ભારતીય મૂળના નાણાંમંત્રી ઋષિ સુનક તેમની જગ્યા લઈ શકે છે.

`બેટફેર`એ કહ્યું છે કે મે 2020માં કોવિડ-19 લૉકડાઉન દરમિયાન વડાપ્રધાન કાર્યાલય ડાઉનિંગ સ્ટ્રીટમાં થયેલી ડ્રિંક પાર્ટીને લઈને થયેલા ખુલાસાને ધ્યાનમાં રાખીને 57 વર્ષીય જૉનસન પર ફક્ત વિપક્ષી દળો પણ તેમની પાર્ટી તરફથી પણ રાજીનામું આપવાનું દબાણ વધી રહ્યું છે. `બેટફેર`ના સેમ રૉસબૉટમે `વેલ્સ ઑનલાઇન`ને જણાવ્યું કે જૉનસનના હટવાની સ્થિતિમાં ઋષિ સુનકના વડાપ્રધાન બનવાની શક્યતા સૌથી વધારે છે. ત્યારે બાદ લિઝ ટ્રૂસ (વિદેશ મંત્રી) અને પછી માઈકલ ગોવ (કેબિનેટ મંત્રી)નું સ્થાન આવે છે. જો કે, આ પ્રવાસમાં પૂર્વ વિદેશ મંત્રી જેરેમી હંટ, ભારતીય મૂળની ગૃહ મંત્રી પ્રીતિ પટેલ, સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદ અને કેબિનેટ મંત્રી ઓલીવર ડૉઉડેન પણ સામેલ છે.



શું છે ઘટના?
જૉનસનના પ્રધાન ખાનગી સચિવ માર્ટિન રેનૉલ્ડ્સ તરફથી કહેવાતી રીતે અનેક લોકોને પાર્ટી માટે મેલ મોકલવામાં આવ્યો હતો. જો કે, તે સમય દેશમાં કોવિડ-19 (Covid-19)ને ફેલાતા અટકાવવા માટે સાર્વજનિક સમારોહ આયોજિત કરવા પર પ્રતિબંધ લાગૂ પાડવામાં આવ્યો હતો. જૉનસને કહ્યું કે તેમને લાગતું હતું કે આ આયોજન તેમના કામકાજ સાથે સંબંધિત આયોજનોના વિસ્તારમાં છે.


બોરિસ જૉનસને માગી હતી માફી
વડાપ્રધાનના ઑફિશિયલ આવાસ 10 ડાઉનિંગ સ્ટ્રીટના ગાર્ડનમાં આયોજિત પાર્ટી માટે ઇમેલથી મોકલેલા નિમંત્રણ-પત્રમાં મીડિયામાં આવ્યા પછીથી જૉનસન પર વિપક્ષી લેબર પાર્ટી (Labor Party)ની સાથે જ તેમની પોતાની કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો તરફથી પણ અત્યંત દબાણ છે. તેમણે પોતાના મામલે માફી માગતા પહેલી વાર માન્યું કે તે પાર્ટીમાં સામેલ થયા હતા. જૉનસને કહ્યું કે તેમને લાગતું હતું કે આ આયોજન તેમના કામકાથી સંબંધિત આયોજનોના વિસ્તારમાં છે.

વડાપ્રધાનના સાપ્તાહિક પ્રશ્ન સત્રથી પહેલા સંસદના નીચલા સદન હાઉસ ઑફ કૉમન્સ (House of Commons)માં પોતાના નિવેદનમાં જૉનસને કહ્યું, "હું માફી માગવા ઇચ્છું છું. મને ખબર છે કે આ દેશમાં લાખો લોકોએ ઠેલ્લા 18 મહિનામાં અસામાન્ય કુરબાની આપી છે." તેમણે કહ્યું, "મને ખબર છે કે તે મને અને મારી આગેવાનીવાળી સરકારને લઈને શું અનુભવે છે. જ્યારે તે વિચારે છે કે નિયમ બનાવનારા લોકોને ડાઉનિંગ સ્ટ્રીટમાં નિયમોનું યોગ્ય પાલન નથી કરી રહ્યા. હું હાલના ઇન્વેસ્ટિગેશન રિપૉર્ટને લઈને પૂર્વાનુમાન વ્યક્ત કરી શકતો નથી, પણ મને આ સારી રીતે સમજાયું છે કે અમે કેટલીક વસ્તુઓને યોગ્ય રીતે નથી લીધું અને મારે જવાબદારી લેવી જોઈએ."


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2022 07:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK