વૈજ્ઞાનિકોની ચેતવણી, આ વાઇરસ ત્રીજા ભાગના અસરગ્રસ્ત લોકો માટે જીવલેણ બની શકે
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના રિસર્ચરોને એવી આશંકા છે કે ચીનમાં શોધાયેલા એક નવા કોરોના વાઇરસનો ફેલાવો બીજી મહામારી તરફ દોરી શકે એમ છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે નવો HKU5-CoV-2 વાઇરસ અત્યંત ચેપી બનવાથી અને માનવોમાં ફાટી નીકળવાથી માત્ર એક નાનું પરિવર્તન દૂર છે.
આ વાઇરસ પર અભ્યાસનું સહનેતૃત્વ કરનારા વાઇરોલૉજિસ્ટ માઇકલ લેટકોએ જણાવ્યું હતું કે ‘હાલમાં એ ફક્ત ચામાચીડિયામાં જ ફેલાઈ રહ્યો છે, પરંતુ નિષ્ણાતોને ડર છે કે ચીનનો અનિયંત્રિત વન્યજીવન વેપાર સ્પિલઓવર ઘટનાઓનું જોખમ વધારે છે. આ વાઇરસમાં જોવા મળતો રોગકારક જીવાણુ મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રૉમ (MERS) સાથે ગાઢ સંબંધ ધરાવે છે જે એક અત્યંત ઘાતક વાઇરસ છે અને એ એના ત્રીજા ભાગના અસરગ્રસ્તોને મારી શકે છે. અભ્યાસનાં તારણો દર્શાવે છે કે વાઇરસ HKU5ના સ્પાઇક પ્રોટીનમાં એક નાનો ફેરફાર માનવોમાં ACE2 કોષોને સંભવિત રીતે અંધ કરી શકે છે. આ સામાન્ય રીતે ગળા, મોં અને નાકમાં જોવા મળે છે જે કોરોનાવાઇરસ માટે રિસેપ્ટર તરીકે કાર્ય કરે છે.’
ADVERTISEMENT
૧૫ દિવસમાં કોરોનાના ૨૦ ગણા વધ્યા ઍક્ટિવ કેસ, આંકડો ૫૦૦૦ને પાર
દેશમાં કોરોનાના ઍક્ટિવ કેસ શુક્રવાર સુધીમાં ૫૦૦૦ને પાર થઈ ચૂક્યા છે. બાવીસમી મેએ આ આંકડો ૨૭૫ હતો. છેલ્લા ૧૫ દિવસમાં કોરોનાના ઍક્ટિવ કેસ ૨૦ ગણા વધી ગયા છે. ભારતમાં ૫૩૬૪ ઍક્ટિવ કેસ છે. ગઈ કાલે સવારે ૮ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૪ દરદીનાં મોત થયાં હતાં. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં કોરોનાના ઍક્ટિવ કેસમાં કેરલા મોખરે છે (૧૬૭૯). ત્યાર બાદ ગુજરાત (૬૧૫) , પશ્ચિમ બંગાળ (૫૯૬) અને દિલ્હી (૫૯૨)નો નંબર આવે છે. મહારાષ્ટ્રમાં ૫૪૮ અૅક્ટિવ કેસ છે.

