નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સભ્યોએ ભારતીય કમ્યુનિટીના નેતાઓ, આધ્યાત્મિક હસ્તીઓ અને સંસદસભ્યોને સાથે બોલાવ્યા હતા
બ્રિટિશ સંસદસભ્ય બૉબ બ્લૅકમૅને સોશ્યલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી
બુધવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી બ્રિટનના હાઉસ ઑફ કૉમન્સમાં પણ થઈ હતી. નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સભ્યોએ ભારતીય કમ્યુનિટીના નેતાઓ, આધ્યાત્મિક હસ્તીઓ અને સંસદસભ્યોને સાથે બોલાવ્યા હતા. બ્રિટિશ સંસદસભ્ય બૉબ બ્લૅકમૅને સોશ્યલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરીને લખ્યું હતું, ‘મને સંસદમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૭૫મી વર્ષગાંઠની ઉજવણીનું આયોજન કરવામાં બહુ ખુશી મળી.’
કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બૉબ બ્લૅકમૅને હિન્દુ આધ્યાત્મિક સંગઠન ઇન્ટરનૅશનલ સિદ્ધ આશ્રમ સેન્ટર યુકે, ગુજરાતી-અંગ્રેજી સાપ્તાહિક ગરવી ગુજરાત અને બ્રિટિશ-એશિયન વર્તમાનપત્ર ઈસ્ટર્ન આઇના સહયોગથી આ કાર્યક્રમ યોજ્યો હતો. કાર્યક્રમમાં સિદ્ધ આશ્રમના કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા. સૌને નરેન્દ્ર મોદીના માસ્ક પહેરાવીને આયોજકોએ બ્રિટનની સંસદમાં ‘દરેક સીટ પર મોદી’નું પ્રતીકાત્મક પ્રદર્શન બતાવ્યું હતું.


