ઘણા લોકોએ કહ્યું હતું કે ફેડરલ એજન્ટો દ્વારા તેમને રોકવામાં આવે તો આ અમેરિકન નાગરિકતાનો પુરાવો બતાવવા માટે છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અમેરિકામાં લોકો ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એજન્ટો દ્વારા ચાલી રહેલી દરોડાની કામગીરીનો વિરોધ કરવા માટે જાહેર સ્થળોમાં અમેરિકન પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ કપાળ પર ટેપથી ચોંટાડીને ફરતા હોય એવા વિડિયો શૅર કરી રહ્યા છે. ઘણા લોકોએ કહ્યું હતું કે ફેડરલ એજન્ટો દ્વારા તેમને રોકવામાં આવે તો આ અમેરિકન નાગરિકતાનો પુરાવો બતાવવા માટે છે. કેટલાક લોકોએ તેમના કપાળ પર ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા ઓળખના અન્ય દસ્તાવેજ ટેપ કર્યા હતા.
નર્સ ઍલેક્સ પ્રિટી અને રેની ગુડ નામની મહિલાની ફેડરલ એજન્ટોએ હત્યા કર્યા બાદ આ વિરોધ થઈ રહ્યો છે. એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જો તમે ખૂબ કાળજી રાખી શકતા નથી તો તમારે હવે હેતુપૂર્વક આગળ વધવું પડશે.


