America Firing: જ્યોર્રજિયામાં અમેરિકન બેઝ આર્મી ફોર્ટ સ્ટીવર્ટમાં ૬ ઓગસ્ટના રોજ અંધાધુંધ ફાયરિંગ કરવામાં આવતાં કુલ પાંચ સૈનિકોને ગોળીઓ વાગી છે.
પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં ફાયરિંગ (America Firing)ની ઘટના બની છે. જ્યોર્રજિયામાં અમેરિકન બેઝ આર્મી ફોર્ટ સ્ટીવર્ટમાં ૬ ઓગસ્ટના રોજ અંધાધુંધ ફાયરિંગ કરવામાં આવતાં કુલ પાંચ સૈનિકોને ગોળીઓ વાગી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટનાની જાણકારી મળતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને એમ્બ્યુલન્સ-સેવાઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. હુમલાખોરે આર્મી બેઝ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો અને તેમાં પાંચ અમેરિકન સૈનિકોને ગોળીઓ વાગી છે. સૈનિકોને ગોળી વાગવાથી ઈજા પહોંચી છે. તે તમામ સૈનિકોને સેનાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. આ ગોળીબાર સેકન્ડ આર્મર્ડ બ્રિગેડ કોમ્બેટ ટીમના કેમ્પસમાં થયો હતો. લગભગ સવારે 10:56 વાગ્યે બનેલી આ ઘટનામાં આખા પંથકમાં ભયનો માહોલ ઊભો થયો છે. ગોળીબાર (America Firing) કરનાર હુમલાખોરની લગભગ સવારે 11:35 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ફોર્ટ સ્ટુઅર્ટ પોલીસ વિભાગના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ એન્જલ ટોમ્કોએ જણાવ્યું હતું કે શૂટરની ઓળખ થઇ ગુઈ છે. એફબીઆઇ અને આર્મી ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિવિઝન (સીઆઇડી) હાલમાં આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.
જ્યાં ગોળીબાર થયો છે તે વિસ્તાર વિષે વાત કરીએ
હુમલાખોરોએ જ્યાં ગોળીબાર (America Firing)ને અંજામ આપ્યો હતો તે સ્થાન ફોર્ટ સ્ટીવર્ટ અમેરિકાના ત્રીજા ઇન્ફેન્ટરી ડીવીઝનનું મુખ્ય મથક છે. અહીં એક્ટીવ અને રીઝર્વ આર્મી યુનિટ્સને તાલીમ આપવામાં આવે છે. તે માટેનું આ એક મહત્વપૂર્ણ લશ્કરી મથક કહી શકાય. અહીં 10000થી વધુ સૈનિકો, તેમના પરિવારો અને સનદી અધિકારીઓ રહે છે અને 25000થી વધુ લોકો આ સૈન્ય મથક સાથે સંકળાયેલા છે. તે જ્યોર્જિયાથી સવાના લગભગ 40 માઇલ દક્ષિણપશ્ચિમમાં સ્થિત છે.
તમને જણાવી દઈએ કે અગાઉ કેલિફોર્નિયાના લોસ એન્જલસ શહેરમાં એક વેરહાઉસ પાર્ટી દરમિયાન આવો જ ઘાતકી ગોળીબાર (America Firing) કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બે લોકોએ જાન ગુમાવ્યો હતો. તે ઉપરાંત 6 લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલ થયેલા લોકોની ઉંમર 26થી 62 વર્ષની વચ્ચે હતી. જોકે હુમલાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અત્યારે સૈનિકોના સ્થાન અને ગોળીબારના કારણ વિષે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. મળતી માહિતી અનુસાર ત્યાં સુરક્ષાના ભાગ રૂપે ત્રણ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. આ ત્રણ શાળાઓમાં સૈનિકોના આશરે 1400 બાળકો અભ્યાસ કરે છે. ફોર્ટ સ્ટીવર્ટના ફેસબુક પેજ આ વિસ્તારમાં તૈનાત તમામ કર્મચારીઓને તેમના ઘર અંદર રહેવાની સૂચના આપે છે. આ સાથે જ તેઓને તમામ બારીઓ અને દરવાજા બંધ રાખવાનું કહેવાયું છે. લેફ્ટનન્ટ કર્નલ એન્જલ ટોમ્કોએ જણાવ્યું હતું કે "અમે હાલમાં પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ, એક્ટીવ શૂટરની ઓળખ થઇ ગઈ છે. અનુ વિગતો પછી આપીશું"


