દિલ્હી આવતી ફ્લાઇટમાં ટેક્નિકલ સમસ્યા સર્જાઈ, પાછી હૉન્ગકૉન્ગ વાળી દેવામાં આવી
ઍર ઇન્ડિયાના ડ્રીમલાઇનરે ફરી પાછું ટેન્શન અપાવ્યું
હૉન્ગકૉન્ગથી દિલ્હી આવી રહેલી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ Al-315માં ટેક્નિકલ સમસ્યા સર્જાતાં બોઇંગ 787-8 ડ્રીમલાઇનરને હૉન્ગકૉન્ગ પાછું વાળવામાં આવ્યું હતું. હૉન્ગકૉન્ગથી ટેક-ઑફ થયાના થોડા સમય પછી એમાં ટેક્નિકલ સમસ્યા થઈ હતી. આ સંદર્ભમાં ઍર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘ફ્લાઇટ નંબર AI-315 હૉન્ગકૉન્ગથી સ્થાનિક સમય બપોરે ૧૨.૧૬ વાગ્યે ઊપડી હતી અને ભારતીય સમય મુજબ બપોરે ૧૨.૨૦ વાગ્યે દિલ્હીમાં ઊતરવાની હતી. વિમાન લગભગ સાડાત્રણ કલાક મોડું હતું. વિમાન સ્થાનિક સમય મુજબ બપોરે ૧.૧૫ વાગ્યે ઍરપોર્ટ પર પાછું ફર્યું હતું.’

